ગણપતિ બાપ્પાને લાડથી ભજવાનો અવસર: ગણેશ મહોત્સવ

ભાદરવા સુદ ચોથને ભગવાન ગણેશજીનો જન્મદિવસ
ગણેશ પુરાણ પ્રમાણે ગણપતિની જન્મ તિથિ માગશર સુદ ચોથ છે પરંતુ અમુક ગ્રંથોના મત પ્રમાણે ભાદરવા સુદ ચોથ ગણપતિના જન્મ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
ગણેશચોથના દિવસે ગણપતિદાદાની અંગપૂજા
ગણપતિદાદાને ચોખા ચડાવી અંગપુજા કરવી
ૐ ગણેશાય નમ: ગોઠણની પૂજા
ૐ ગણનાથાય નમ સાથળની પૂજા
ૐ રણક્રીડાય નમ: કટિની પૂજા
ૐ વક્રતુંડાય નમ: હૃદયની પૂજા
ૐ લંબોદરાય નમ: કંઠની પુજા
ૐ ગજાનનાય નમ: સ્કંધની પૂજા
ૐ હેરંબાય નમ: હસ્ત(હાથી પુજા)
ૐ વિકટાય નમ: મુખની પૂજા
ૐ વિઘ્નરાજાય નમ: નેત્રની પૂજા
ૐ ધૂમ્રવર્ણાય નમ: મસ્તકની પૂજા
ૐ કપદિને નમ: આખા શરીર પર ચોખા છાટવા
ગણપતિદાદનું લાલ વસ્ત્રનું સ્થાપન કરવું ઘઉંનું સ્થાપન કરવું.
- શાસ્ત્રી રાજદીપ જોષી (વૈદાંતરત્ન) શા માટે ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોવાતો નથી એક વખતે ગણપતિદાદા ચંદ્રના ઘેર જાય છે ત્યારે ચંદ્ર તેનો આદર સત્કાર કરવાના બદલે પોતાના રૂપના અભિમાનને લીધે ગણપતિદાદાની હાશી ઉઠાવે છે. આથી ગણપતિદાદા ચંદ્રને શ્રાપ આપે છે આજે ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જે વ્યકિત જોશે તેને અણધારી આફત આવશ. આ સાંભળી ચંદ્ર છુપાઇ જાય છે. ક્ષીણ બની જાય છે. પૃથ્વીવાસીઓ આકાશવાસીઓ ચંદ્રના પ્રકાશ વગર વિહવળ બને છે. આનુ નિવારણ મેળવવા ઇન્દ્ર બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજી કહે છે જો ચંદ્ર ભાદરવા સુદ ચોથનું વ્રત કરશે તો ગણપતિદાદા પ્રસન્ન થશે ચંદ્ર ભાદરવા સુદ ચોથનું વ્રત કરે છે. ગણપતિદાદા પ્રસન્ન થાય છે કહે છે ચંદ્ર વરદાન માંગ. ચંદ્ર કહે છે મને શ્રાપ માંથી મુક્ત કરો દાદા કહે છે જે માણસ ભાદરવા સુદ ચોથનો ચંદ્ર જોશે તેને અણધારી આફત આવશે પરંતુ બીજા કોઇ દિવસનો ચંદ્ર જોશો તેમાં કાંઇ નહી થાય આથી જ ભાદરવા સુદ ચોથનો ચંદ્ર ન જોવો જોઇએ.