ઋષિપંચમી: દોષોનું પ્રાયશ્ર્ચિત અને પુણ્યની પ્રાપ્તિ

ભાદરવા સુદ પાંચમને શુક્રવાર તા.14-9-18ના દિવસે ઋષિ પંચમી છે આ દિવસને સામા પાંચમ પણ કહેવાય છે.
આ દિવસે સામો અને ફળ આરોગી વ્રત રહેવું અને દાન પુણ્ય કરવું.
ઋષિ પાંચમ સામા પાંચમના વ્રતમાં સવારે વહેલા ઉઠી નિત્યકર્મ કરી પોતાના ઇષ્ટદેવની છબી સામે ઘી નો દીવો કરવો ત્યારબાદ એક પાત્રમાં સોપારી રાખી તેના પર ચોખા ચડાવી સાત ઋષીના નામ બોલતા જવા (1) વશિષ્ઠ (2) અત્રિ (3) ભારદ્વાજ (4) કશ્યપ (5) જમદગ્નિ (6) ગૌતમ (7) વિશ્ર્વામિત્ર ત્યારબાદ તેમને નાડાછડીના વસ્ત્ર અને પછી જનોઇ અર્પણ કરવા ચાંદલો ચોખા કરી અબીલ ગુલાલ ચંદન અર્પણ કરી પ્રસાદ ધરી આરતી કરવી અને ક્ષમાપાચના માંગવી.
ઋષિ પંચમીનું વ્રત કરવાથી અવગતીયે ગયેલ પિતૃને મોક્ષ (ગતિ) મળે છે. તથા આ દિવસે માતા-પિતા અને વડીલો અને ગુરૂદેવના આર્શિવાદ લેવાથી ભાગ્યોદય થાય છે.
- શાસ્ત્રી રાજદીપ જોષી