વાજતે-ગાજતે, ઠાઠમાઠથી પધાર્યા ગણપતિબાપા

ભાદરવા સુદ ચોથ એટલે કે ગણેશ ચર્તુથીની આજથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ઠેર-ઠેર ગણેશ સ્થાપન થયા છે. રાજકોટમાં એક અંદાજ પ્રમાણે 2000થી વધારે નાના - મોટા ગણેશ પંડાલોમાં ગણેશજી બિરાજમાન થયા છે. સવારે વાજતે - ગાજતે, ઠાઠમાઠથી, રાસ-ગરબાની રમઝટ અને ડીજેના તાલે ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી અને ગણેશજીનું સ્થાપન થયું હતું. 10 દિવસ સુધી ગણેશજીની આરતી અને પૂજા-અર્ચના તથા રાત્રે ગણેશ વંદનાના કાર્યક્રમો યોજાશે.  અનંત ચૌદશના દિવસે વિસર્જન થશે. તસ્વીરમાં રેસકોર્સ મેદાનમાં શહેર ભાજપ દ્વારા આયોજિત ગણેશોત્સવ ગણેશ સ્થાપનની પવિત્રક્ષણો જોઈ શકાય છે. રાજકોટમાં ત્રિકોણબાગ, ચંપકનગર, રાજકોટ મહારાજા, વસુંધરા રેસીડેન્સી, સત્યસાંઈ માર્ગ વગેરે સ્થળોએ મોટા આયોજનોમાં આજથી ‘જય ગણેશ... જય ગણેશ..’નો નાદ ગુંજી ઉઠશે.(તસવીર: પ્રવીણ સેદાણી)