મહારાષ્ટ્રમાં 23 કેરેટના 70 તોલા સોનાના ગણપતિ

મુંબઈ તા,13
એક વર્ષ બાદ ફરીથી ગણેશજી પર્ધાયા છે અને ભક્તો તેમના સ્વાગતમાં મોદક અને ફૂલોથી માંડીને સોના-ચાંદીનો ઉપયોગ કરી રહ્યા છે. મુંબઈના સાયનમાં બનેલો પંડાલ આ જ કારણે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અહીં બાપ્પાની મૂર્તિને 70 કિલો સોનાથી સજાવાઈ છે. મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં પૂરતી સુરક્ષા સાથે ધામધૂમથી ગણશોત્સવ મનાવવામાં આવી રહ્યો છે.
સાયન પૂર્વના જીએસબી સેવા મંડળે બાપ્પાની સજાવટમાં કોઈ કચાશ ન રાખતાં 23 કેરેટના 70 કિલો સોનાનો શણગાર ગણેશજીને કર્યો છે. આ પંડાલની સુરક્ષા માટે ડ્રોનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે પંડાલના દરેક ખૂણા પર નજર રાખે છે.