એક સાથે 5 રાજ્યોની ચૂંટણી યોજવા પંચ સજ્જSeptember 13, 2018

 મધ્યપ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં તૈયારીનો ધમધમાટ
નવીદિલ્હી તા,13
ચૂંટણી પંચ મધ્ય પ્રદેશ, મિઝોરમ, રાજસ્થાન છત્તીસગઢ અને તેલંગાણામાં એક સાથે ચૂંટણીનું આયોજન કરી શકે છે. ચૂંટણી પંચ એક સાથે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારી કરી રહ્યુ છે. જે પ્રક્રિયા ડિસેમ્બરના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ શકે છે. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા પ્રમાણે, છત્તિસગઢમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી માટે વિશેષ તૈયારી શરૂ કરવામાં આવી છે. તેલંગાણામાં ચૂંટણીની સ્થિતની સમિક્ષા કરવા માટે ચૂંટણી પંચના અધિકારીઓએ તેલંગાણાની મુલાકાત લીધી છે. ચૂંટણી પંચના અધિકારીઓ એક રિપોર્ટ તૈયાર કરીને ચૂંટણી પંચને સોંપશે. મહત્વનુ છે કે, તેલંગાણામાં વિધાનસભાનો ભંગ થતાની સાથે તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીનો સળવળાટ શરૂ થયો છે. જ્યારે કે, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપે ચૂંટણી પ્રચાર માટે કમરકસી છે.