મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવી સંવત્સરી પર્વની શુભેચ્છા


મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જૈન અને જૈનેતર નાગરિક ભાઈ-બહેનોને સંવત્સરી પર્વ પ્રસંગે ‘મિચ્છામિ દુક્કડમ્’ પાઠવ્યા છે. તેમણે પર્યુષણ મહાપર્વને ક્ષમાપના અને ઉપકાર સ્મરણ પર્વ ગણાવતાં જણાવ્યું છે કે ક્ષમા, કરૂણા અને જીવદયાના ભગવાન મહાવીરના સિધ્ધાંતોને આત્મસાત કરનારૂં પર્યુષણ પર્વ, સામાજીક સમરસતા અને માનવતાની શકિતઓને વધુ પ્રગાઢ બનાવશે.