22મીથી ફરી શરૂ થશે ઘોઘા રો-રો ફેરી સર્વિસ

  • 22મીથી ફરી શરૂ થશે ઘોઘા રો-રો ફેરી સર્વિસ

 રોજ ત્રણ વખત દહેજથી ઘોઘા આવજા કરે છે
ભાવનગર, તા.13
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલ ઘોઘા રો-રો ફરી સર્વિસ બંધ થયા બાદ ફરી 22 સપ્ટેમ્બરથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતી ઘોઘા દહેજ વચ્ચેની રો રો ફેરી સર્વિસ આગામી 22 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે. 2015માં કોરિયા ખાતે 4000 ટનનું બનેલું વોયેજ સીમ્ફોની નામનું જહાજ હવે પેસેન્જર અને વાહનો સાથેનું ખરા અર્થમાં રો રો ફેરી સર્વિસમાં શરૂ થશે. જેમાં 60 ટ્રક , 35 બસ સાથે 525 જેટલા પેસેન્જરો દિવસમાં ત્રણ વખત દહેજથી ઘોઘા અને ઘોઘાથી દહેજ આવજાવ કરી શકશે.
ભાવનગરથી દહેજ વચ્ચે બાય રોડનું અંતર 6 કલાકથી પણ વધુ છે.પરંતુ દરિયાઈ માર્ગે આ અંતર ઘટી જાય છે. રો રો ફેરીમાં ટ્રક, બસ, મોટર, કાર, બાઈક જશે. રો રો ફેરીમાં ગુડઝની સાથોસાથે પ્રવાસીઓ માટે ત્રણ પ્રકારે કલાસ રાખવામાં આવ્યા છે. જેમાં બિઝનેસ કલાસ,એક્ઝિક્યૂટિવ કલાસ, ઇકોનોમિ કલાસનો સમાવેશ થાય છે. ઘોઘાથી દહેજ વચ્ચેનું 32 નોટીમાઈલનું અંતર આ જહાજ માત્ર એક કલાકમાં જ પૂરૂ કરશે જેને કારણે સમય અને નાણાનો બચાવ થશે.