બિહાર, પ.બંગાળ અને નોર્થ ઇસ્ટમાં ધરતીકંપSeptember 12, 2018

 રિકટર સ્કેલ પર 5.5ની તીવ્રના: 25 થી 30 સેક્ધડ ધરા ધ્રુજતી રહી
નવી દિલ્હી તા,11
બિહાર, પશ્ર્ચિમ બંગાળ સહિત દેશના પૂર્વોત્તર રાજ્યોમાં બુધવારે સવારે ભૂકંપના ઝાટકા અનુભવાયાં. બિહારના કિશનગંજ, પૂર્ણિયા અને કટિહાર વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યાં હતા. ભૂકંપની તીવ્રતા રિકટર સ્કેલ પર 5.5 નોંધવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈપણ પ્રકારના
જાન માલના નુકસાનની ખબર નથી. મળતી માહિતી મુજબ લગભગ 25થી 30 સેક્ધડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. તો બુધવારે સવારે જ હરિયાણાના ઝઝ્ઝરમાં પણ ભૂકંપ આવ્યો હતો. જેના આંચકા જમ્મુ કાશ્મીર સુધી અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાડોશી દેશ બાંગ્લાદેશના રંગપુરમાં હતું. સવારે 10 વાગ્યાની આસપાસ લગભગ ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. ભૂકંપ બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરૂણાચલ પ્રદેશ અને આસામમાં અનુભવાયો છે. ભૂકંપ આવ્યાં બાદ વિસ્તારમાં ખળભળાટ ફેલાયો હતો, અને લોકો પોતપોતાના ઘરોમાંથી બહાર સુરક્ષિત સ્થાનો પર દોડી આવ્યાં હતા.
પશ્ચિમ બંગાળ, બિહાર, આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ અને સિક્કિમ
બિહારના પટના, કિશનગંજ, પૂર્ણિયા અને કટિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા. આ ઉપરાંત કૂચબિહાર, દાર્જિલિંગ, જલપાઇગુડીમાં પણ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. આ પહેલાં બુધવારે જ જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.
કાશ્મીરમાં ભૂકંપની તીવ્રતા 4.6 હતી. ભૂકંપના કારણે કોઈ નુકસાનની ખબર નથી. કાશ્મીરમાં સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ ભૂકંપ આવ્યો હતો