મુકેશ અંબાણીનો આ પ્લાન સફળ થયો તો ગમે ત્યાં મળશે JIOનું કવરેજ

રિલાયન્સ જિયો પોતાના 4જી નેટવર્કને મજબૂત કરવા અને ગામડાંઓ તથા દૂરના વિસ્તારોમાં 4જી ઈન્ટરનેટ સેવા ઉપલબ્ધ કરાવવા માટે હવે સેટેલાઈટનો ઉપયોગ કરશે. હ્યૂગ્સ કોમ્યુનિકેશન (ઇંઈઈંક) અને ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈંજછઘ)ની ટેકનિકની મદદથી જિયો પોતાના પ્રકારની પહેલી સેટેલાઈટ આધારિત નેટવર્ક સેવા શરૂ કરશે. મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો 400થી વધારે એલટીઈ સાઈટ્સને જોડવા જઈ રહી છે, જે ઘરતી પર હાલના બેકહોલ સર્વિસીસની પહોંચથી બહાર છે. આ સમયે આ નેટવર્ક ઘણી સાઈટ્સ પર ડેપ્લોયમેન્ટનું કામ કરી રહ્યું છે. જિયોએ એવી જગ્યાઓ પર 4જી નેટવર્ક માટે સેટેલાઈટ બેકહોલનું સેટ-અપ કરાવવા માટે હ્યૂગ્સ કોમ્યૂનિકેશનને 10 મિલિયન ડોલરથી વધારેનો કોન્ટ્રાક્ટ સોંપ્યો છે.
ભારતમાં મોટાભાગે ટેલિકોમ કંપનીઓ હજુ સુધી ટાવર્સને જોડવા માટે માઈક્રોવેવ્સનો ઉપયોગ કરે છે. કારણ કે ફાઈબર ઓપ્ટિકલના માધ્યમથી આવું કરવું વધારે ખર્ચાળ છે અને તેમાં રાઈટ ઓફ વેની સમસ્યા પણ પેદા થઈ શકે છે. આ કારણે ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને પહાડી વિસ્તારોમાં ઉંચાઈ પર માઈક્રોવેવ્સનો ઉપયોગ કરવાનું વધારે પરેશાની ભર્યું હોય છે. તેના માટે વધારે રોકાણની જરૂર પડે છે. આ કારણોથી આવા વિસ્તારોમાં પોતાની ઉપસ્થિતિ માટે જિયો સેટેલાઈટનું ઓપ્શન લઈને આવ્યું છે.
સેટેલાઈટની મદદથી દરેક ખૂણે પહોંચશે જિયો.જિયો ગ્રુપના પ્રેસિડેન્ટ જ્યોતિન્દ્ર ઠાકરનું કહેવું છે, ટેલિકોમ હ્યૂગ્સના જૂપિયર સિસ્ટમને જિયો 4જી સાઈટ્સના સપોર્ટ માટે ઉપયોગમાં લઈ રહ્યું છે.
આ સેટેલાઈટ સિસ્ટમ આપણા દેશના દરેક ભાગમાં કનેક્ટિવિટી આપવાના લાંબા સપનાને પૂર્ણ કરવાની ચાવી છે.
સ્પીડહ્યૂગ્સ સાથે પાર્ટનરશિપમાં જિયોએ મુંબઈ અને નાગપુરમાં બે અર્થ સ્ટેશન ખોલવાની યોજના બનાવી છે અને લેહ તથા પોર્ટ બ્લેરમાં બે મિની હબ બનાવાઈ રહ્યા છે, જેનાથી લેહ, લદ્દાખ, આંદામાન, લક્ષદ્વીપ જેવા વિસ્તારોમાં સારી કનેક્ટિવિટી ઉપલબ્ધ કરાવાઈ શકે. એક્સપર્ટ્સનું માનવું છે કે સેટેલાઈટ માઈક્રોવેવની જેમ તો નહીં, પરંતુ તેમાં દરેક સાઈટ માટે 10 એમબીપીએસથી લઈને 30 એમબીપીએસ સુધીની સ્પીડ મળી શકે છે.