માસિક પહેલાનાં મુશ્કેલ દિવસો-PMS-આયુર્વેદથી થશે આસાનSeptember 12, 2018

રિદ્ધિમાની મૂંઝવણ કંઈક અલગ હતી, એ ઉચ્ચ શિક્ષિત અને કામકાજી મહિલા હતી. એટલે પોતાનાં સ્વાસ્થ્ય પ્રત્યેની સજાગતાને કારણે એણે અવલોકન કર્યું હતું કે, માસિક આવવાનાં થોડાં દિવસો પહેલાં તેને શારીરિક-માનસિક તકલીફો થવાનું શરૂ થઈ જતું જે માસિક પછી શાંત થઈ જતી. માસિક પહેલાંના એ દિવસો પસાર કરવા એનાં માટે ખૂબ મુશ્કેલ બની જતાં. એણે એનાં ઉપચાર વિશે પૂછતાં તેને ઙખજ અને તેનાં વિશેનાં આયુર્વેદિક દૃષ્ટિકોણની આ મુજબ માહિતી આપી.
આધુનિક વિજ્ઞાન અનુસાર આ બધી માસિક પૂર્વેની તકલીફોને ઙખજ - ઙયિ-ખયક્ષતિિીંફહ જુક્ષમજ્ઞિળય કહે છે. અમેરિકન કોલેજ ઑફ ઓબસ્ટેટ્રિક્સ ગાયનેકોલોજીએ ઙખજની વ્યાખ્યા આ મુજબ કરી છે: એવાં લક્ષણો કે જે દર માસિકની સાઇકલ વખતે જોવાં મળે છે અને જીવનનાં મહત્વનાં પરિબળોને અસર કરે છે, જે માસિક સાથે સતત જોડાયેલાં જણાય છે. આધુનિક વિજ્ઞાન મુજબ સ્ત્રીઓમાં હોર્મોન્સ (ઇસ્ટ્રોજન અને પ્રોજસ્ટિરોન)નાં લેવલમાં ઉતાર ચઢાવનાં કારણે ઙખજ થાય છે. એવું માનવામાં આવે છે કે દર ચારમાંથી ત્રણ સ્ત્રીઓ વધતાં-ઓછાં અંશે ઙખજથી પીડિત હોય છે. સ્ત્રીઓએ ઙખજ અંગે જાગૃત થઈ યોગ્ય ચિકિત્સા કરાવવી જરૂરી છે.
ઙખજનાં મુખ્ય લક્ષણો :
ઙખજ શારીરિક લક્ષણો :
* કમરનો દુ:ખાવો, પેડુમાં દુ:ખાવો થવો * આખા શરીર/પિંડીઓમાં કળતર * સ્તનોનું ભારેપણું * થાક લાગવો, ઊંઘ ન આવવી * ચોક્કસ ખોરાક ખાવાની ઇચ્છા થવી * માથાનો દુ:ખાવો * વધુ પડતું ભોજન કરવું * વજન વધવું * કબજિયાત/ઝાડા થવાં, પેટમાં ગરબડ રહેવી * સાંધા / સ્નાયુઓમાં દુ:ખાવો થવો
ઙખજનાં માનસિક લક્ષણો :
* ચીડચીડાપણું રહેવું * ગુસ્સો આવવો * ચિંતા (એન્કઝાઇટી) * માનસિક તણાવ(ટેંશન) * ડિપ્રેશન, રડવું આવવું * મૂડ અચાનક બદલી જવો * એકાગ્રતાનો અભાવ
આ લક્ષણો માસિક આવવાનાં એક-બે સપ્તાહ પહેલાં જોવાં મળે છે અને માસિક આવ્યાં પછી સારું થાય છે.
ઙખજનાં કારણો :
* વધુ પડતું તેલવાળું, નમકવાળું, તીખું, ગરમ
ભોજન લેવું.
* બેઠાડું જીવન અથવા વધુ પડતો વ્યાયામ કરવો
* ભોજનમાં પોષક તત્ત્વોનો અભાવ
* અસ્વચ્છ વાતાવરણ કે વ્યક્તિગત સ્વચ્છતાનો અભાવ
* વધુ પડતાં ચા-કોફી કે આલ્કોહોલયુક્ત પીણાં
* અયોગ્ય આહાર
* માનસિક અસંતુલન, તણાવ, ઇમોશનલ(ભાવનાત્મક) અસંતુલન
આયુર્વેદ અંતર્ગત ઙખજને કૃચ્છાર્તવ (કૃચ્છ- એટલે મુશ્કેલીથી, આર્તવ-માસિક) ગણી શકાય. ઉપરોકત કારણો ઉપરાંત આયુર્વેદમાં આપેલ સ્ત્રી સ્વાસ્થ્ય અને માસિક દરમિયાન કાળજી રાખવાના નિર્દેશોનું પાલન ન કરવાના કારણે અપાન વાયુની અને પિત્તની વૃદ્ધિ થાય છે. અપાન વાયુનું સ્થાન પેડુના (પેટના નીચેનાં) ભાગમાં છે. અપાનાવાયુ માસિક દરમિયાન અશુદ્ધ રક્ત અને નિયમિતરૂપથી મળ, મૂત્ર અને પ્રજનન સંબંધિત સ્ત્રાવોને બહાર કાઢવાનું કાર્ય કરે છે. દૂષિત અપાનવાયુ અને પિત્ત અન્ય સ્ત્રોતસ (ચેનલ્સ)માં પ્રવાહિત થઈને ઙખજનાં વિવિધ લક્ષણો પેદા કરે છે. વધુમાં અપાન વાયુ પ્રાણવાયુની વૃદ્ધિ માટે પણ કારણભૂત હોઈ શકે જેથી એન્કઝાઇટી, મૂડ સ્વીન્ગઝ, ડિપ્રેશન જેવાં માનસિક અને ભાવનાત્મક(ઇમોશનલ) અસંતુલન સંબંધિત લક્ષણો પણ જોવાં મળે છે.
ઙખજમાં આટલું જરૂર કરવું :
* પાણી વધારે પીવું, ખાસ કરીને નવશેકું પાણી પીવું.
* તાજું બનાવેલું ઉષ્ણ અને સરળતાથી પચે એવું ભોજન લેવું.
* જીરું, લવિંગ, મેથી, હિંગ, મરી, ધાણા, ફુદીનાનો ઉપયોગ કરવો.
* પચવામાં ભારે, તેલવાળું, ખારું, તળેલું, અપક્વ અન્ન ન લેવું. જેનાં કારણે ગેસ કે કબજિયાત થઈ શકે છે.
* કોળું, દૂધી, બટેટા, ફ્લાવર, કોબી, વટાણા, મશરૂમ, રીંગણ, ગુવાર, ભીંડા ન લેવાં.
* લીલાં શાકભાજી, આખા ધાન્ય, ફળો અને ઓછાં નમકવાળો ખોરાક લેવો.
* નિયમિત ચાલવું અને યોગાભ્યાસ કરવો.
ઙખજની આયુર્વેદિક પંચકર્મ ટ્રીટમેન્ટ:
આયુર્વેદ-પંચકર્મની અભ્યન્ગ-સ્વેદન(માલિશ-સેક)
આખા શરીરે રોજ કરાવવું. માસિક આવવાનાં થોડાં દિવસ પહેલાં અને પછી પણ સમયાંતરે શિરોધારા કરાવવાથી પણ ઙખજમાં સારો ફાયદો થાય છે. દોષાનુસાર વાત પ્રધાન લક્ષણો હોય તો અભ્યન્ગ, સ્વેદન, બસ્તિ, માત્રા બસ્તિ, પિત્ત પ્રધાન લક્ષણો હોય તો વિરેચન, ક્ષીરધારા અને કફપ્રધાન લક્ષણો જોવા મળે તો ઉદવર્તન, ચૂર્ણપિંડસ્વેદ, વમન, વિરેચન ઉપયોગી નીવડી શકે છે.
ઙખજની ધ્યાનયોગ ચિકિત્સા:
ધ્યાનયોગ શાસ્ત્ર અનુસાર માસિક સમયે ગર્ભાશયની અંત:ત્વચાના બિનઉપયોગી કોષોના બહાર નીકળવાની પ્રક્રિયા ચાલુ હોય છે. આ સમયે ઊર્જાની દિશા અધોગામી હોય છે. આ સમયે શરીર, મન અને ચક્રોના શુદ્ધિકરણની સૂક્ષ્મ પ્રક્રિયા ચાલુ હોય છે.
નિયમિત ધ્યાનના અભ્યાસથી ઙખજની તીવ્રતા ધીમે ધીમે ઓછી થાય છે. રિલેકશેસન, શવાસન, હળવાં યોગાસન અને સ્ટ્રેચીઝનાં અભ્યાસથી પણ ફાયદો થાય છે.
(ઉપરોકત ઉપચાર અને ઔષધિ કે યોગાભ્યાસ આયુર્વેદિક યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો.)