જામનગરના તસવીરકારની વધુ એક તસ્વીર નેશનલ જયોગ્રાફી બ્લોગમાં પસંદગી પામી

સાઉથ આફ્રિકાના ઈન્ટર્નકેપથી ચાલતુ વાઈલ્ડ બર્ડ ટ્રસ્ટ જે સંગઠનો વચ્ચે કડીરૂપ બની પર્યાવરણ અને વૈજ્ઞાનિક સર્વેક્ષણ અંગેના કાર્યમાં કાર્યરત ‘ટોપ 25 બર્ડ ફોટોગ્રાફ ઓફ ધી વિક’ નામની સાપ્તાહિક મુવમેન્ટમાં 25 ફોટાનું સિલેકશન કરે છે. આ બ્લોગમાં જામનગરના તસવીરકાર વિશ્ર્વાસ ઠકકરની 10 થી વધુ તસવીરો પસંદગી પામી ચૂકી છે.