ભાવનગરના યુવકને લાગી આવતા આપઘાત

ઝેરી દવા પી મોત માંગી લેતા અરેરાટી
ભાવનગર તા.12
ભાવનગરમાં પ્રથમ પત્નીના અવસાન બાદ બીજા લગ્ન કરનાર યુવાનની પત્ની દોઢ માસ બાદ પિયર ચાલી જતાં યુવાને ઝેરી દવા પી લઇ આપઘાત વહોરી લીધો હતો.
બનાવની વિગતો એવી છે કે ભાવનગરના રબ્બર ફેકટરી નજીક સુદર્શન એપાર્ટમેન્ટના ફલેટ નં.401 માં રહેતા જયકુમાર જગદીશભાઇ ગાંધી ઉ.વ.35 નાં પ્રથમ પત્નીનું ત્રણ મહીના પહેલા મૃત્યુ થતાં જયકુમારે નાસીકની ગાયત્રી નામની મહિલા સાથે દોઢમાસ પહેલા બીજા લગ્ન કર્યા હતા. દરમ્યાન ગાયત્રીને નાસીક જવું હતું. પરંતુ પતિ અને સાસુએ ના પાડવા છતાં તેણી નાસીક ચાલી જતા લાગથી આવતા જયુભાઇ ઉ.વ.35 એ તેનાં ઘેર ઝેરી દવા પી લી આપઘાત વહોરી લીધો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.