જૂનાગઢ પાલિકા કચેરીમાં અકસ્માતે પડી જતા વૃધ્ધનું મોત


રાજકોટ તા,12
જૂનાગઢમાં કૈલાશનગર વિસ્તારમાં રહેતા શાંતીભાઈ વસરામભાઈ ચાવડા નામના 68 વર્ષના વૃધ્ધ જૂનાગઢ મનપા કચેરીમાં હતાં. ત્યારે અકસ્માતે નીચે પડી જતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં સારવાર દરમિયાન વૃધ્ધનું મોત નિપજતા પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી. આ અંગે જૂનાગઢ પોલીસે નોંધ કરી વધુ તપાસ આદરી છે.