જૂનાગઢના પરિવાર સાથે બે કરોડની છેતરપીંડી કરનારના જામીન નામંજૂર

માળિયા (હા)ના
બોડી ગામે જુગાર રમતા 4 ઝડપાયા
જૂનાગઢ તા,12
જૂનાગઢમાં રૂા.2.21 કરોડ લઈ લીધા બાદ દસ્તાવેજ નહીં કરી આપી નાસી છુટેલ નીશાંત મેઘનાથીને જૂનાગઢ આર.આર.સેલે અમદાવાદથી ઝડપી પાડી કોર્ટમાં રજુ કર્યા બાદ આરોપીએ કોર્ટ સમક્ષ જામીન માટે કરેલી અરજી કોર્ટે નામંજુર કરી હતી.
જૂનાગઢ ફરિયાદી દિપકભાઈ ઠાકર પાસેથી આરોપી શૈલેષગીરી મોહનગીરી મેઘનાથી તેના ભાઈ નિશાંત મોહનગીરી મેઘનાથ, અમદાવાદ ખાતે રહેતી બહેન જલ્પાબેન જયેશભાઈ ગોસાઈ તથા રાજકોટ ખાતે રહેતા વર્ષાબેન શૈલેષગીરીએ પ્લોટની વેચાણ પેટે રૂા.2 કરોડ 22 લાખ લઈ જઈ દસ્તાવેજ નહીં કરી આપ્યા અંગે પોલીસમાં થયેલ ફરિયાદીના પગલે. જૂનાગઢ આઈ.જી.સુભાષ ત્રીવેદીના માર્ગદર્શન હેઠળ તપાસ કરનાર અધિકારી આર.આર.સેલના પીએસઆઈ ડી.બી.પીઠીયાએ આરોપી નીશાંતને અમદાવાદથી દબોચી લીધા બાદ કોર્ટમાં રજુ કરેલ હતો.
દરમિયાન આરોપી નીશાંતે વકીલ દ્વારા નામદાર કોર્ટમાં જમીન અરજી રજુ કરતા કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલને માન્ય રાખી આરોપી નીશાંતના જમીન નામંજુર કર્યા હતા. આ છેતરપીંડી કેસમાં હજુ અન્ય આરોપીઓને પોલીસને ઝડપાવાના બાકી હોય પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
માળિયા હાટીના પોલીસે બોડીગામ સીમ વિસ્તારમાં રમેશભાઈ નારણભાઈ માખણસાના ખેતરની ઓરડી ઉપર દરોડો પાડી રમેશ માખણમાં સહિત 4 શખ્સોને તીનપતીનો જુગાર રમતા ઝડપી લઈ રૂા.28500 રોકડા તથા 3 મોટર સાઈકલ સહિત 915000 મુદ્દામાલ ઝપ્ત કર્યો હતો.