રૂપિયો વધુ 9 પૈસા તૂટી 72.28નાં તળિયે!


મુંબઈ: અમેરિકન ડોલરની સામે રૂપિયામાં આજે ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. ડોલરની સામે રૂપિયો આજ સુધીના સૌથી નીચા સ્તરે ખૂલ્યો. રૂપિયો આજે 9 પૈસા તૂટીને 72.28ના સ્તરે ખૂલ્યો. ખૂલ્યા પછી રૂપિયો વધુ નબળો પડ્યો અને હવે તે 72.88ના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.  
આ પહેલા ગત 30 ઓગસ્ટના રોજ ડોલરની સામે રૂપિયો 70.74ના સ્તરે બોલાયો હતો. ચાલુ વર્ષના જાન્યુઆરીથી અત્યાર સુધીમાં રૂપિયો 9 ટકા નબળો પડ્યો છે. એશિયાના અન્ય દેશોની કરન્સીમાં પણ ઘસારો જોવા મળ્યો છે. પરંતુ તેમાં રૂપિયાનો દેખાવ અત્યંત ખરાબ રહ્યો છે.
દેશમાં ખાવા-પીવાની ચીજો અને અન્ય જરૂરી સામાનોના ટ્રાન્સપોર્ટેશન માટે ડીઝલનો ઉપયોગ થાય છે. પરિણામે ડીઝલ મોંઘું થતાં જ આ તમામ જરૂરી ચીજોનો ભાવ વધશે. જો પેટ્રોલિયમ ઉત્પાદનો મોંઘા થયા તો પેટ્રોલ-ડીઝલની સાથે-સાથે સાબુ, શેમ્પૂ, પેઇન્ટ ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, જેના કારણે આ પ્રોડક્ટ્સ પણ મોંઘી થઈ શકે છે. ઓટો ઇન્ડસ્ટ્રીનો ખર્ચ વધશે, સાથે ડીઝલની કિંમતોમાં વધારા સાથે માલ વહનનો ખર્ચ વધવાનો ડર રહે છો. રૂપિયામાં ઘટાડો ચાલુ રહ્યો તો કાર કંપનીઓ પણ કિંમતો વધારવાનો વિચાર કરી શકે છે.