વડીલોના આગ્રહથી પારણાં કરું છું: હાર્દિક

  • વડીલોના આગ્રહથી  પારણાં કરું છું: હાર્દિક

 નેતાઓ બાદ ખોડલધામ-ઉમિયાધામ સહિત 6 સંસ્થાના સૂત્રધારોની એન્ટ્રી: પાસના કાર્યકરો દ્વારા પોલીસ સામે ગાંધીગીરી
અમદાવાદ તા.12
અનામત અને ખેડૂતોના દેવા માફી સહિત વિવિધ માગણીઓના અનુસંધાને છેલ્લા 19 દિવસથી ઉપવાસ આંદોલન પર ઉતરેલા હાર્દિકે આજે પારણા કરવાની જાહેરાત કરી હતી. હાર્દિકે જણાવ્યું
હતું કે વડીલોનો આગ્રહ હતો એટલે પારણા કરૂં છું.
હાર્દિક પટેલે ઉપવાસ આંદોલન કર્યું તેના રાષ્ટ્ર વ્યાપી પડઘા પડ્યા હતા. રાષ્ટ્રીય નેતાઓ ઉતરાખંડના પૂર્વ મુખ્યમંત્રી હરિશ યાદવ અને જેડીયુના પૂર્વ નેતા શરદ યાદવ સહિતનાએ હાર્દિકની મુલાકાત લીધી હતી. આ નેતાઓએ હાર્દિકને પારણા કરવાની સલાહ આપી હતી.
હાર્દિકને ખોડલધામના નરેશ પટેલ સહિતના સમાજના અગ્રણીઓએ પણ પારણા કરવાની સલાહ આપી હતી. જેને લઇને આજે સમાજના નેતા નરેશ પટેલ અને સીકે પટેલે હાર્દિકને પારણા કરાવ્યા હતા.
આ તકે ઘટના સ્થળે તૈનાત પોલીસ કર્મીઓને ફુલ ગુચ્છ અર્પણ કરી ગાંધીગીરી કરવાની પણ પાસના કાર્યકરોએ જાહેરાત કરી હતી.
------------