‘ગુજરાત મિરર’નો ચોટદાર પડઘો પર્યુષણમાં માંસ મટનનું વેચાણ અટકાવાયું । સફાળી જાગી મહાપાલિકા

 કમિશનર બંછાનિધિ પાનીએ સ્ટાફને દોડાવ્યો, રાતથી જ વેચાણ બંધ કરાવ્યું પારસી અગિયારી ચોક, ભીલવાસ, સહિત તમામ સ્થળોએ પોલીસ મૂકી જાહેરનામાનો કડક અમલ કરાવ્યો
રાજકોટ તા.11
રાજકોટ મહાપાલિકાનું જાહેરનામુ કે પયુર્ષણ પર્વમાં માંસ-મટન વેચાણ ઉપર પ્રતિબંધ છે છતાંય પણ ઠેર-ઠેર તેનું વેચાણ ચાલુ હોવાનો અહેવાલ ગુજરાત મિરર પ્રસિધ્ધ કરતા મહાપાલિકાનું તંત્ર સફાળુ જાગી ગયું હતું. મહાપાલિકાના સેનાપતિએ તુરંત જ અધિકારીઓ અને સ્ટાફને કડક ભાષામાં માંસ-મટનનું વેચાણ બંધ કરાવાના આદેશ આપી દેતા સમગ્ર રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી માંસ-મટનની લારીઓ-રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધી હતી. ગુજરાત મિરરના અહેવાલની ચોટદાર અસર જોવા મળી હતી. ફૂલછાબ ચોક, ભીલવાસ, સહિતના જ્યાં-જ્યાં માસ-મટનનુ વેચાણ ચાલુ હતું ત્યાં પોલીસને દોડાવી બંધ કરાવી દીધી હતી જડબેસલાક બંધ કરાવામાં મનપાને સફળતા મળી હતી. મહાપાલિકાનાં જાહેરનામોનો પ્રથમવાર કડક અમલ કરાવ્યો હતો. અમુક સ્થળે તો પોલીસનો પહેરો મૂકી દીધો હતો. જૈન સમાજે કમિશનર બંછાનિધિ પાનીએ કડક વલણ અપનાવતાં અભિનંદન પણ
પાઠવ્યા હતા. ગુજરાત મિરરનાં અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને દોડતું રહ્યું જેના કારણે માંસ-મટનનું વેચાણ કરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાય ગયો હતો, અને પર્યુષણ પર્વમાં ચૂસ્ત અમલ મિરરના અહેવાલ બાદ શરૂ કરાવ્યો છે.