તેલંગાણામાં યાત્રાળુ ભરેલી બસ ખીણમાં ખાબકતાં 51નાં મોત

  • તેલંગાણામાં યાત્રાળુ ભરેલી બસ  ખીણમાં ખાબકતાં 51નાં મોત

 મખ્યમુંત્રી કે. ચંદ્રશેખર રાવે ઉંડા શોકની લાગણી વ્યકત કરી
 જિલ્લા કલેક્ટર, પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો: રાહત કાર્ય શરૂ
હૈદરાબાદ તા.11
તેલંગાણાના જગત્યાલ જિલ્લાના કોંડાગટ્ટુમાં ટીએસઆરટીસીની બસ ખાબકી પડતા આ અકસ્માતમાં 32 જેટલા મુસાફરો માર્યા ગયાની અને અનેક લોકો ઘાયલ થયા હોવાની શંકા સેવાઇ રહી છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ તેલંગાણાના જગત્યાલ જિલ્લામાં કોંડાગટ્ટુમાં ખીણમાં ટીએસીઆરટીસીની બસ ખીણમાં ખાબકી પડતા તેમાં 32 જેટલા મુસાફરોના મોત નિપજ્યાની
આશંકા સેવાઇ રહી છે. આ મૃત્યુના આંકા વધી શકે તેમ છે. આ દુર્ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. અલબત મોતનો આંકડો હજુ સ્પષ્ટ નથી થયો. ઘટના સ્થળે ઘટનાસ્થળે બચાવ કામગીરી કરાઇ રહી છે.
રાજય પરિવહન નિગમની આ બસ 62 યાત્રીઓ સાથે જગત્યાલથી નીકળી હતી. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ખીણમાંથી મૃતદેહો કામગીરી શરૂ કરાવાઇ હતી. ઘાયલ થયેલાઓને સારવાર માટે હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા
જ્યારે યાત્રીઓ ટેકરી પર આવેલા ધાર્મિક સ્થળે જઇ રહ્યા હતા કરૂણાંતિકા સર્જાઇ હતી અંજાનેક્યા સ્વામીના મંદિરે હાલના સમયમાં યાત્રીઓની ખૂબ જ ભીડ રહે છે. બસના યાત્રીઓ આ ધાર્મિક સ્થળે આવી રહ્યા હતા.
આ અકસ્માતમની જાણ થતા તેલંગણાના મુખ્યમંત્રી કેે. ચંન્દ્રશેખર રાવે ઉંડા શોકની લાગણી વ્યકત કરી હતી.