મહુવાના કૈલાસ ગુરુકુળમાં આવતીકાલથી સંસ્કૃત સત્ર

 મોરારિબાપુનાં સાંનિધ્યમાં વિદ્વાન વક્તાઓનાં વક્તવ્ય યોજાશે
ભાવનગર : દેવભાષા સંસ્કૃતના ત્રિદિવસીય મહુવા ના કૈલાસ ગુરૂકુળમાં આગામી 12 તારીખને બુધવારે સવારે 9-30 કલાકે પ્રારંભ થશે. પૂ.મોરારિબાપુની સન્નિધિમાં આ વર્ષનું સળંગ અને સતત અઢારમું સંસ્કૃત સત્ર યોજાશે.
પ્રારંભે તા.12ને બુધવારે સવારે 9:30 થી 12:30ના દેવેશ મહેતા જયારે સુદર્શન આયંગર કૌટિલ્યના અર્થ વિજ્ઞાન અને પાણિનિના ભાષા વિજ્ઞાન માટે બલદેવાનંદ સાગર પોતાના વિચારો રજુ કરશે. 3:30 થી 6:30 ની બાદરાયણ (અધ્યાત્મ વિજ્ઞાન) અને અર્કનાથ ચૌધરી ચરક (આયુર્વિજ્ઞાના) માટે વક્તવ્યો આપશે. બીજા દિવસે તા.13 સવારે 9:30 કલાકે બલદેવાનંદ સાગર ના સંકલન તળે મહેશ ચંપકલાલ, ભારત (નાયટ વિજ્ઞાન) તેમજ ગુલામ દસ્તગીર બિરાજદાર આર્યભટ્ટ (ખગોળ વિજ્ઞાન) જયારે નવનીત જોશી વાત્સ્યાપન (કામ વિજ્ઞાન) વિષય તળે વક્તવ્ય આપશે. 3:.30 કલાકથી વસંતપરીખ કણાદ (ચણુ વિજ્ઞાન) અને રવીન્દ્ર ખાંડવાલા વિશ્ર્વામિત્ર (ગાયત્રી વિજ્ઞાન) તેમજ ભાણદેવ પતંજલિના યોગ વિજ્ઞાન વિશે રજુઆત કરશે. તા.14 ને શુક્રવાર (ઋષિપંચમી) ના સમાપન દિને સવારે 9:30 થી 12 દરમિયાન સંસ્કૃત સાહિત્યના વિદ્ધાન મણિભાઈ પ્રજાપતિ (મહેસાણા) ને આ વર્ષનો વાચસ્પતિ પુરસ્કકાર તેમજ સંસ્કૃતના વિવિધ ક્ષેત્રના વિદુષી ભારતીબહેન શેલતને આ વર્ષથી શરૂ થયેલો ભામતી પુરસ્કાર અર્પણ કરીને વંદના કરવામાં આવશે. ૂૂૂ.ળજ્ઞફિશિબફાી.જ્ઞલિપર થી વિશ્ર્વના 170 દેશોમાં જીવંત પ્રસારણ થશે.