સાવરકુંડલાની પોસ્ટ ઓફિસમાં તસ્કરોનો તિજોરી તોડવાનો પ્રયાસ

બે દિવસની રજામાં કચેરી તૂટતા ખળભળાટ
અમરેલી, તા. 11
બે દિવસની રજાનાં માહોલમાં સાવરકુંડલાની પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટકતા તિજોરી તોડવાનાં નિષ્ફળ પ્રયાસથી તસ્કરોને ફોગટફેરો થયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જીલ્લામાં તસ્કરોને રહેણાંક મકાનમાં મોટી રકમ હાથ લાગતી ન હોવાથી અમરેલીની એસબીઆઈ બેંકની બારી તોડી કરેલ રૂા.1.35 કરોડની તસ્કરીનો આરોપી ભુગર્ભમાં ઉતરી ગયેલ હોય તેમ પોલીસ પગેરૂ શોધી શકેલ નથી ત્યાં શનિ-રવિની રજાનાં માહોલમાં તસ્કરો બેંકની ચોરીની જેમજ સાવરકુંડલાની પોસ્ટ ઓફિસની પાછળ આવેલ બારી તોડી અંદર પ્રવેશી પોસ્ટ ઓફિસની મજબૂત તિજોરી તોડવાનો પ્રયાસ નિષ્ફળ જતા ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયાની સબ પોસ્ટ માસ્તર બી.વી.ખુમાણે સાવરકુંડલા સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવેલ હતી.