રૂપિયો ગગડતાં સેન્સેક્સમાં 421 અંકનું ગાબડું

મુંબઈ તા,10
વૈશ્ર્વિક રાહે સોમવારે બીએસઈ સેન્સેકસ 370 પોઈન્ટસ ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. ચાલુ ખાતાની ખાધ વધવા ઉપરાંત રૂપિયો આજે વધુ 75 પૈસા ગગડીને 72.48ની નવી નીચી સપાટીને સ્પર્શી જતાં બજારમાં વેચવાલી વધી હતી.
અમેરિકા - ચીન વચ્ચે ટ્રેડવોર વધવાના ભયે સોમવારે સવારે એશિયાના અન્ય બજારો પણ નરમ ખૂલ્યા હતા. આજે બપોરે 3 વાગ્યે બીએસઈ સેન્સેકસ 421.16 પોઈન્ટસ ગગડીને 37968.66 પોઈન્ટસની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી 135.10 પોઈન્ટ્સ ઘટી 11455.05 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. આજે બપોરે યસ બેન્ક,
પાવરગ્રીડ, કોટક મહિન્દ્રા, ઓએનજીસી, હીરો મોટો કોર્પ, એચયુએલ, એચડીએફસી બેન્ક આઈસીઆઈસીઆઈ બેન્ક, એચડીએફસી, ટાટા મોટર્સ, સન ફાર્મા, એશિયન પેઈન્ટ્સ વગેરે શેર્સ 2.12 ટકા સુધી ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.
સોમવારે સવારે એશિયાના અન્ય બજારોમાં હોંગકોંગનો હેંગસેંગ 1.09 ટકા, શાંધાઈ કોમ્પોઝિટ ઈન્ડેકસ 0.63 ટકા જ્યારે જાપાનનો નિક્કાઈ 0.04 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો.