કચ્છના ફતેહગઢ નર્મદા કેનાલ પાસે ધારાસભ્ય સહિતનાના ધરણાં

નર્મદાનું પાણી આપવાની માંગ
સાથે ટોળું કેનાલ
ખાતે ધસી ગયું
ભુજ તા. 8
વાગડ પંથકમાં ખેડૂતોન્ો નર્મદૃાનું પાણી મળવામાં ભારે અખાડા થઈ રહૃાા છે, ત્યારે આજરોજ રાપર વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબ્ોન આરેઠીયા અન્ો પાટીદૃાર અગ્રણી ભચુભાઈ આરેઠિયા તથા તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના સભ્યો અન્ો મોટી સંખ્યામાં ખેડૂતોએ ફત્ોહગઢ
પાસ્ોથી પસાર થતી નર્મદૃા કેનાલના પટ વિસ્તારમાં સવારના 10 વાગ્યાથી લઈન્ો સાંજે 4 વાગ્યા સુધી સામૂહિક ધરણાનો કાર્યક્રમ યોજતા રાજકીય રીત્ો ભારે સનસનાટી મચી જવા પામી છે.
ધરણાના કાર્યક્રમ અંગ્ો વિસ્ત્ાૃત વિગત આપતા યુવા કોંગ્રેસના અગ્રણી મિતુલ મોરબિયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યની ભાજપની સરકાર દ્વારા નર્મદૃા કેનાલમાં સમયસર પાણી પુરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવતું નથી. પરીણામે ખેડૂતોનું ઊભો પાક સુકાઈ રહૃાું છે. સાથો સાથ ગાગોદૃર બ્રાન્ચ કેનાલનું કામ હજુ સુધી પ્ાૂરું કરવામાં આવ્યું નથી. અધૂરૂં કામ છોડી દૃેતા વાગડ પંથકના ખેડૂતો બ્ોહાલ થઈ ગયા છે. અવાર-નવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. આમ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી. આખરે ફત્ોહગઢ નર્મદૃા કેનાલના પટમાં મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ધરણાનો કાર્યક્રમ શરૂ કરી દૃેવામાં આવ્યો હતો. સાંજે 4 કલાકે ધરણાનું સમાપન કરાયું છે. આ ધરણાના કાર્યક્રમમાં ધારાસભ્ય સંતોકબ્ોન આરેઠિયા, ભચુભાઈ આરેઠિયા, મીતુલ મોરબિયા, તાલુકા પંચાયતના સભ્ય કાંતિભાઈ, ધારાભાઈ ભરવાડ, જયવીરસિંહ જાડેજા અન્ો મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા.