બેટફેર.કોમે અંતે KPLને કરી બ્લેક લીસ્ટ

  • બેટફેર.કોમે અંતે KPLને  કરી બ્લેક લીસ્ટ

 ક્રિકેટના ઇતિહાસનું સૌથી મોટું સટ્ટાકૌભાંડ બાદ કંપનીના પગલાથી વિશ્ર્વભરના સટ્ટાબજારમાં ખળભળાટ રાજકોટ તા.રર
ક્રિકેટ સહિતની રમતો પર ઓનલાઇન સટ્ટો રમાડતી વેબસાઇટ ‘બેટફેર.કોમ’એ કર્ણાટક પ્રિમિયર લીગને બ્લેક લીસ્ટ કરી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. આ નિર્ણય કેપીએલની કેટલીક મેચો ફીકસ કરી કંપનીને રૂા.રપ00 કરોડ રૂપિયાનો ચુનો ચોપડવાનું કારસ્તાન ખુલ્લુ પડતા લીધો હોવાનું બુકી બજારમાં ચર્ચાઇ રહ્યું છે. કર્ણાટક ક્રિકેટ એસો.નાં કેટલાક સંચાલકો અને ખેલાડીઓએ સાથે મળીને તા.16મીએ કેપીએલમાં હુબલી ટાઇગર અને બીજાપુર વચ્ચે રમાયેલી મેચ ફીકસ કરી બેટફેર.કોમને શિશામાં ઉતરાવા કારસ્તાન રચાયું હતું. ફીકસીંગ પ્રમાણે આ મેચમાં હુબલીની ટીમ જીતી જતાં બેટફેર.કોમને રપ00 કરોડનું આર્થિક નુકસાન જતા કંપનીએ અંતે કેપીએલને બ્લેક લીસ્ટ કરી દીધું છે.
બીજી તરફ સૌરાષ્ટ્રનાં પણ પંટરો કેપીએલનાં જાળમાં ફસાઇને કરોડોમાં ધોવાયા હોવાનું જાણવા મળે છે. બુકીઓના નેટવર્કમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં કર્ણાટક પ્રિમિયર લીગ (કે.પી.એલ.) રમાઈ જેમાં બેંગ્લોર, હુબલી, મૈસુર, બીજાપુર, શિવામોંગા અને બેલ્લારીની ટીમોએ ભાગ લીધો હતો.આ કે.પી.એલ.ક્રિકેટ ટુર્નામેન્ટમાં કર્ણાટક ક્રિકેટ એસોસિએશનના કેટલાક કર્તાહર્તા અને કેટલાક ખેલાડીએ જ ખુદ ભેગા મળીને બેટફેર.કોમ કંપની પર જે ભાવ નક્કી થયા તેના આધારે સટ્ટો રમવાનું નક્કી કર્યું. અને મેચ ફિકસીંગ કરી દેવાઈ.
કર્ણાટક પ્રિમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટ તા.15મી ઓગષ્ટથી શરૂ થઈ છે અને તે તા.6 સપ્ટેમ્બર સુધી ચાલશે. તા.16ના રોજ હુબલી ટાઈગર અને બીજાપુર વચ્ચેની મેચમાં મેચફિકસીંગ નક્કી કરાઈ કે હુબલી ટાઈગરે જીતી જવાનું અને બીજાપુરની ટીમે હારી જવાનું.
તા.16મીના રોજ બંને ટીમ વચ્ચે મેચની શરૂઆતમાં ટોસ જીત્યા બાદ જ્યારે મેચનો પહેલો બોલ નાંખવામાં આવ્યો ત્યાં સુધી બેટફેર કંપનીએ 90 પૈસા ભાવ નક્કી કર્યો અનેકર્ણાટક પ્રિમિયર લીગથના મળતિયાઓ દ્વારા અંદાજે રૂા.4000 કરોડ જેવી માતબર રકમનો સટ્ટો રમાયો પણ આ સ્થિતિ જોઇ પબેટફેર કોમથ ને કરોડોની રકમ ચૂકવવી પડશે તેમ જણાતા મેચનો પહેલો બોલ પડયો અને તુરત જ 24 પૈસા ભાવ ઘટાડી દેવામાં આવ્યો હતો. જેથી સટ્ટાના નિયમ પ્રમાણે 90 પૈસામાંથી 24 પૈસા કપાત કરી 6.6 પૈસા પ્રમાણે તફાવતની રકમ ચુકવવાની બેટફેર કોમને નોબત આવી પડી હતી. આ મેચમાં 66 પૈસા ભાવફેરથી રૂા.2500 કરોડનો ફાયલે સટોડિઓએ કરી લીધો હોવાનું બહાર આવ્યું છે. મેચફિક્સીંગમાં નક્કી કર્યા પ્રમાણે હુબલી ટાઇગરની ટીમ જીતી ગઇ અને બીનીપૂરની ક્રિકેટ ટીમ હારી ગઇ હતી. જેથી બેટફેર કોમને રૂા.2500 કરોડનું આર્થિક નુકસાન થઇ ગયું હોવાનું જાણવા મળે છે.
બેટફેર કંપનીને એકઝાટકે રૂા.2500 કરોડની ખોટ જતા આખરે યુ.કે.ની કંપનીએ તાત્કાલિક અસરથી પકર્ણાટક પ્રિમિયર લીગથ ને પબ્લેક લીસ્ટથ કરી દીધી. એટલું જ નહીં ‘કર્ણાટક પ્રિમિયર લીગ’ દ્વારા
રમાયેલા સટ્ટાને કારણે કર્ણાટક પ્રિમિયર લીગની મેચો તેમજ ખેલાડીઓ પર લગાવવામાં
આવતા ભાવ પણ જાહેર કરવાનું તાત્કલિક અસરથી અટકાવી દીધું હતું.