યુનિવર્સિટીનાં સંશોધકોનો ઈતિહાસ: નેનોમલ્ટી ફેરોઈક રસાયણ બનાવવામાં સફળતા

  • યુનિવર્સિટીનાં સંશોધકોનો ઈતિહાસ: નેનોમલ્ટી ફેરોઈક રસાયણ બનાવવામાં સફળતા

રાજકોટ તા,20
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રયોગશાળામાં સેન્સર અને ચીપમાં ઉપયોગમાં લેવાતા અત્યંત મહત્વનાં નેનો મલ્ટી ફેરોઈક રસાયણ વિકસાવવામાં સંશોધકોને સફળતા મળતા તેની વિશ્ર્વભરમાં નોંધ લેવામાં આવી છે. રાજ્યમાં ભૌતિક વિજ્ઞાન સંશોધનમાં જવલ્લેજ મળેલી સફળતામાંથી આ એકથી સંશોધકો પર અભિનેત્રીવર્ષા થઈ રહી છે.
જુદાં-જુદાં સેન્સરોને બનાવવા ઉપયોગી ઈન્ટીગ્રેટેડ ચીપ બનાવવા વપરાતા વિવિધ મટીરીયલ્સ કે જે એક કરતાં વધારે પ્રકારે ઉપયોગી થઈ શકે અને અનેકવિધ કાર્યો કરી શકે તે પ્રકારનું મટીરીયલ્સ એટલે ‘મલ્ટીફેરોઈક’.. આ મલ્ટીફેરોઈક સૂક્ષ્મ એટલે કે ‘નેનો મીટર’ કક્ષાએ પ્રયોગશાળામાં બનાવતાં તે અનેકવિધ કાર્યો આંખ ઝબકાવતા જ ખૂબ ઝડપી કરી શકે અને ભવિષ્યની ટેકનોલોજી સૂક્ષ્મ તથા અતિ ઝડપી બની શકે તે પ્રકારનાં પદાર્થો બનાવવા વિશ્ર્વભરનાં મટીરીયલ્સ વૈજ્ઞાનિકો મારફત રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરી જુદી-જુદી પદ્ભતિઓ પ્રયોગશાળામાં વિકસાવાઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં યુવા વૈજ્ઞાનિકો ડો.ઝલક જોષી, ડો.દેવિત ધ્રુવ, ડો.કેવલ ગદાણી, કૃણાલસિંહ રાઠોડ.કુ.હેતલબેન બોરીચાએ ભવનનાં પ્રાધ્યાપક ડો.નિકેશભાઈ શાહ, ડો.પિયુષભાઈ સોલંકી, યુજીસી-એચઆરડીસીનાં ડો.ધીરેનભાઈ પંડયા અને નેનો વિજ્ઞાનનાં ડો.અશ્ર્વિની જોષીનાં માર્ગદર્શન હેઠળ ‘નેનો મલ્ટી ફેરાઈક’ મટીરીયલ્સ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પ્રયોગશાળામાં સફળતાપૂર્વક બનાવવાની નૂતન ‘સોલજેલ રાસાયણિક પ્રક્રિયા’ વિકસાવેલ છે જેના મારફત તદ્દન નવા પ્રકારનું ‘વાય એમ એન ઓ થ્રી’ મલ્ટીફેરોઈક નેનો મટીરીયલ્સ પ્રયોગશાળામાં બનાવી તેને ભવનની લેબોરેટરીમાં ઉપલબ્ધ એલસીઆર મીટર અને અન્ય ઉપકરણોથી એનાલીસીસ કરી વિશ્ર્વ પ્રતિષ્ઠિત અમેરિકાથી પ્રસિધ્ધ થતાં એલ્સવેર સાયન્સનાં નવ પોઈન્ટ ત્રણ (9.3) ઈમ્પેકટ ફેક્ટર પ્રાપ્ત ‘પ્રેાગ્રામ ઈન સોલીડ સ્ટેટ કમેસ્ટ્રી’ સામાયિકમાં પ્રસિધ્ધ કરવા મોકલાવેલ હતું.
એલ્સવેર સાયન્સનાં પાંચ જેટલા રિવ્યુઅર વૈજ્ઞાનિકો મારફત ઉપરોકત સંશોધનને મંજૂર કરી દેશ-વિદેશમાં સુપ્રસિધ્ધ સામાયિકમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં સંશોધનને સ્થાન મળેલ છે જે ગુજરાત ભૌતિક વિજ્ઞાન સંશોધનમાં પ્રથમ સફળતા છે.
ભૌતિક વિજ્ઞાન સંશોધનમાં દેશ-વિદેશનાં સંશોધકો સાથે કોલોબ્રેશન મારફત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંશોધન મોખરાનું સ્થાન ધરાવે છે અને ભવનનાં સંશોધકો મારફત પાંચ અને તેનાથી વધુ ઈમ્પેકટ ફેક્ટર અનેક સામાયિકોમાં સંશોધનો પ્રસિધ્ધ થયેલ છે જ ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ભૌતિકશાસ્ત્ર અને નેનો વિજ્ઞાનનાં સંશોધકોએ ઈન્ટર અને મલ્ડી ડીસીપ્લીનરી સંશોધન મારફત નવથી વધુ ઈમ્પેકટ ફેકટર ધરાવતાં સામાયિકમાં સંશોધન પ્રસિધ્ધ અપાવેલ છે તે બદલ ભવનનાં અધ્યક્ષ પ્રો.હીરેનભાઈ જોષી, યુનિવર્સિટીનાં કુલપતિ શ્રી પ્રો.નિલાંબરીબેન દવે, રાજયભરનાં અનેક ભૌતિક વિજ્ઞાનનાં સંશોધકો વગેરેએ અભિનંદન પાઠવેલ છે.