માહિતી છે? ગૂગલ હવે લોન પણ દેશે!

  • માહિતી છે?  ગૂગલ હવે  લોન પણ દેશે!


નવી દિલ્હી તા.31
જેવી રીતે માત્ર એક ક્લીક કરવાથી તમારી સામે ગુગલ માહિતીઓનો ઢગલો કરી દે છે બસ એજ રીતે હવે થોડા સમયમાં જ તમને ઓનલાઈન લોન ઉપલબ્ધ કરાવશે. ગુગલ ભારતમાં 4 બેંકો સાથે હાથ મેળવ્યો છે. જેમાં એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા અને ફેડરલ બેંકનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં એક ખરબ ડોલરનું ડિઝિટલ ફાઇનાન્સ માર્કેટ પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપશે. ગુગલ પે એપ ઝયુ પર થોડા સમયમાં આ લોન મેળવી શકશો. દુનિયામાં સૌથી તેજીની સાથે વધતા મોબાઇલ બજાર ભારતમાં ફેસબૂક એચએલની કંપની વોટ્સએપથી લઈને જૈક માકી સાથે મળી નાણાંકીય સેવાનો લાભ કરાવશે. આવનારા સમયમાં મોબાઇલના કારણે ઓછા દસ્તાવેજો અને ટૂંકી પ્રક્રિયાવાળી સરળતાથી મળતી લોનની માગ વધશે.
ગૂગલ તેજ એપનું નામ બદલીને હવે ગુગલ પે એપ કરવામાં આવ્યુ છે. આપ આ એપ પરથી લાભ મેળવી લોન મેળવી શકશો. ગૂગલની આ એપ યૂપીઆઈ પ્લેટફોર્મ પર કામ કરે છે. નામમાં બદલાવ છતા એપ પહેલા જેવુ જ કામ કરે છે. ગૂગલ એપના માધ્યમથી તમે મોબાઇલ રિચાર્જ, ગિફ્ટ તેમજ પ્રમોશનલ કૂપન જેવી સેવાના લાભ મેળવી શકશો.