2019થી સરકાર JEE, NEETનું મફત કોચિંગ આપશે

  • 2019થી સરકાર JEE, NEETનું મફત કોચિંગ આપશે

નવીદિલ્હી તા.30
ઉચ્ચ શિક્ષણ મેળવવા એન્ટ્રન્સ ટેસ્ટ આપનારા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. હવે આવતા વર્ષથી એટલે કે 2019 થી હાયર સ્ટડીઝ માટે યોજાતી એન્ટ્રન્સ ટેસ્ટ માટે સરકાર મફત કોચિંગની સુવિધા પૂરી પાડશે અને આ શક્ય બનશે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની મદદથી. સરકારે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના હાયર એન્યુકેશનલ ઇન્સ્ટીટયૂટમાં પ્રવેશ મેળવવા માટે લેવાતી પરીક્ષા આયોજિત કરવા માટે કરી છે.
ફ્રી સરકારી કોચિંગ માટે એનટીએ (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) પોતાના 2,697 પ્રેક્ટિસ સેન્ટર્સને ટીચિંગસેન્ટર્સમાં ફેરવશે. માવન સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે, આ પ્રક્ટિસ સેન્ટર્સ 8 સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે વિદ્યાર્થીઓ પાસેથી કોચિંગની તગડી ફી વસુલતા પ્રાઇવેટ કોચિંગ સેન્ટર્સ માટે આ ખરાબ સમાચાર છે.
એચઆરડી મિનિસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, ‘પ્લાન છે કે આ સેન્ટર્સને ફકત પ્રેક્ટિસ સેન્ટર નહીં ટીચિંગ સેન્ટર બનાવીએ. આ સેન્ટર્સમાં કોઇ ફી લેવામાં નહી આવે. આનો સીધો લાભ ટેલેન્ટેડ બાળકોને મળશે. ઉંચા સપના જોતાં ટેલેન્ટેડ બાળકો આર્થિક તંગીના કારણે કોચિંગ નથી લઇ શકતા. સાથે જ ગામડા અને શહેરના બહારના એરિયામાં રહેતા વિદ્યાર્થીઓને પણ લાભ થશે. આ ટિચિંગ સેન્ટર્સની પ્રોસેસ મે 2019થી શરૂ થશે. પ્રથમ તબક્કામાં એનટીએ જેઇઇ એમએઆઇએન-2019 માટે વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેશે. જે વિદ્યાર્થીઓ મોબાઇલ એપ અને વેબસાઇટ દ્વારા એનટીએમાં રજિસ્ટ્રેશન કરાવશે તેઓ નેશનલ એલીજીબીલીટી ક્યુમ-એન્ટ્રેશ ટેસ્ટ-યુજી અને યુજીસી-એનઇટી માટે યોજાનારી મોક ટેસ્ટ આપી શકશે. સાથે જ વિદ્યાર્થીઓ પોતાના રિઝલ્ટ અંગે એનટીએના ટીચર્સ સાથે ડિસ્કશન કરી શકશે અને પોતાની ભૂલલો શોધી શકશે. પ્રક્ટિસ સેન્ટર્સ પર યોજાનારી મોક ટેસ્ટમાં સ્લોટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ મોબાઇલ એપ કે એનટીએ ઓફિશિયલ વેબસાઇટ પર જઇને રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.   રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓ જ મોક ટેસ્ટ આપી શકશે. રિઝલ્ટ આવ્યા બાદ સેન્ટરના શિક્ષકો તેમને ભૂલો સમજાવશે અને ભૂલો સુધારવામાં મદદ કરશે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, ’પ્રેક્ટિસ સેન્ટર્સમાં પ્રથમવાર માત્ર જેઇઇ-મેઇન માટે મોક ટેસ્ટ આપવાની તક મળશે કારણકે એનઇઇટી-યુજી હાલ કોમ્પ્યુટર આધારિત પરીક્ષા નથી. એટલે આના માટે હાલમાં કોઇ મોક ટેસ્ટ નહીં થાય.’ જણાવી દઇએ કે એનટીએ મોબાઇલ ઉેપ અને વેબસાઇટ 1 સપ્ટેમ્બરે લોન્ચ કરશે. આ જ દિવસથી એજન્સી યુજીસી-એનઇટી 2018 અને જેઇઇ-મેઇનના ઓનલાઇન રજિસ્ટ્રેશન માટે પ્રક્રિયા શરૂ કરશે. રજિસ્ટ્રેશન 30 સપ્ટેમ્બર સુધી ચાલશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી પોતાનાં 2697 પ્રેક્ટ્સિ સેન્ટર્સને ટીચિંગ સેન્ટર્સમાં ફેરવશે