અમરેલીનો કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

  • અમરેલીનો કુખ્યાત આરોપી પાસા હેઠળ જેલમાં ધકેલાયો

દારૂ, ધાક-ધમકી સહિતના ગુનાઓમાં સંડોવાયેલ હતો
અમરેલી, તા.29
અમરેલી શહેરમાં રહેતા વસંત ઉર્ફે કવીરાજ મનુભાઈ મકવાણા (બારોટ) વિરૂઘ્ધ પુરતા પુરાવાઓ એકઠાં કરી, પાસા દરખાસ્ત તૈયાર કરી, પોલીસ અધિક્ષક મારફતે જીલ્લા મેજીસ્ટ્રેટ તરફ મોકલી આપતાં આવા ભયજનક વ્યકિતની સમાજ વિરોધી અસામાજીક પ્રવૃતિ પર અંકુશ લાવવાનું જરૂરી જણાતાં જીલ્લા મેજીસ્ટ્રેટે વસંત ઉર્ફે કવીરાજ મનુભાઈ મકવાણા (બારોટ), રહે. અમરેલી વાળા વિરૂઘ્ધ પાસાનું વોરંટ ઈસ્યુ કરતાં પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અમરેલી સીટી પો.ઈન્સ. આર. વી. દેસાઈ, તથા સ્ટાફે વસંત ઉર્ફે કવીરાજ મનુભાઈ મકવાણા (બારોટ), રહે. અમરેલી વાળાને અમરેલી મુકામેથી પકડી પાડી પાસા વોરંટની બજવણી કરી, પુરતા પોલીસ જાપ્તા સાથે લાજપોર (સુરત) મઘ્યસ્થ જેલ ખાતે અટકાયતમાં રહેવા મોકલી આપવા તજવીજ કરેલ છે.