ભુજ જીઆઈડીસીમાં બુકાનીધારીઓ ત્રાટક્યા: ત્રણ કારખાનાઓમાં ચોરી

  • ભુજ જીઆઈડીસીમાં બુકાનીધારીઓ  ત્રાટક્યા: ત્રણ કારખાનાઓમાં ચોરી

 છ એકમોનાં તાળા તોડી રૂા. 3.15 લાખની ચોરી: ઈઈઝટ ફૂટેઝ આધારે તપાસનો ધમધમાટ
ભૂજ તા.29
કચ્છમાં તસ્કરો ઉપરા-ઉપરી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. તેવામાં ભુજના જીઆઈડીસી વિસ્તારમાં ગત રાત્રે તસ્કરોએ સામુહિક આક્રમણ કરી રૃ.3.15 લાખની ચોરી કરી હતી. અહીના છ એકમોને આરોપીઓએ નિશાન બનાવ્યું હતું. સીસીટીવી કેમેરામાં આરોપીઓની કરતુત દેખાઈ હતી. જોકે તેઓએ બુકાની બાંધી રાખી હોવાનું બહાર આવ્યું છે. તો કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનના એક ગોડાઉનમાંથી યુઝ્ડ ક્લોથની ચોરી થઈ હતી.
આ અંગે ભુજ બીડીવીઝન પોલીસે જણાવ્યું હતું કે, શહેરના જીઆઈડીસી વિસ્તારમાં છ એકમોના તાળા તોડી તસ્કરો ત્રાટક્યા હતા. જેમાંથી બે એકમોમા ચોરી થઈ હતી. ફરિયાદી ગોપાલ ઓધવજી પટેલ (માધાપર)એ અજાણ્યા આરોપીઓ સામે ગુન્હો નોંધાવ્યો હતો. કુલ મળીને 3.15 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા ત્રણ શખ્સો નજરે ચડયા હતા. જોકે તેઓએ બુકાની બાંધી હોવાથી ઓળખ મુશ્કેલ
બની છે. તો ગાંધીધામ નજીક કાસેઝના એક ગોડાઉનમાંથી કપડાની ચોરી થઈ હતી. ફરિયાદી જગમોહનસિંગ સુરજસિંગ કાંગ (ઉ.વ.40, આદિપુર)એ અજાણ્યા આરોપીઓ સામે ગુન્હો નોંધાવ્યો હતો. આરોપીઓએ તા.18/8થી તા.22/8 દરમીયાન સ્ટ્રેન્ઝ ગોડાઉનમાંથી યુઝ્ડ કપડાના 15 બાજકા ચોરી જવાયા હતા. જેની કિંમત રૃા.30 હજાર આંકવામા આવી છે.