રાપરમાં ઝાડ પર લટકતી લાશ મળી

  • રાપરમાં ઝાડ પર લટકતી લાશ મળી

 1 દિવસથી ગુમ યુવતીની હત્યા કે આત્મહત્યા ? તપાસ
ભુજ, તા. 29
રાપર તાલુકાના જુના ત્રંબો ગામે રહેતી અને તરૂણી મોડી રાત્રે ઘરેથી ચાલી જઈ સીમમાં આવેલ ઝારાના ઝાડ સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી જવા પામ્યુ છે.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ નિલાબેન માવજી વેરશી કોલી ઉ.વ.14 ગત રાત્રીના 8 વાગ્યે પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગઈ હતી, અને શોધખોળ કરતા રાત્રીના અઢી વાગ્યે ત્રંબૌ ગામની સીમમાં આવેલ હાજા પુંજાના ખેતરના સેઢે આવેલ ઝારાના ઝાડ સાથે ફાંસો ખાધેલ હાલતમાં લટકતો મૃતદેહ મળી આવતા રાપર પોલીસે હતભાગીની માતા અમીબેનની જાહેરાત પરથી સીઆરપીસી કલમ 174 હેઠળ અકસ્માત મોતનો ગુન્હો નોંધી આપઘાત કરવા પાછળના કારણો જાણવા પીએસઆઈ એ.બી.ચૌધરીએ તપાસ હાથ ધરી હતી.