અમરેલીમાં ભ્રષ્ટ પાલિકાને ઢંઢોળવા કોંગ્રેસના ઉપવાસ, 16ની અટકાયત

  • અમરેલીમાં ભ્રષ્ટ પાલિકાને ઢંઢોળવા કોંગ્રેસના ઉપવાસ, 16ની અટકાયત

આમરણાંત ઉપવાસની મંજૂરી નહીં મળતાં રાજકમલ ચોકમાં દેખાવો
અમરેલી તા.29
અમરેલી નગરપાલિકાના વહીવટ કરતા શાસકો અને અધિકારીઓ દ્વારા શહેરમાં રોડ રસ્તા તેમજ નગરપાલિકા દ્વારા થઇ રહેલ ભ્રષ્ટચાર અંગે આજે કોંગ્રેસના સદસ્યો આમરણાંત ઉપવાસ ઉપર બેસતા અને વિરોધ કરતા પોલીસે 16 કોંગ્રેસના સદસ્યોની અટકાયત કરી હતી કોંગ્રેસના સદસ્યો દ્વારા આમરણાંત ઉપવાસ અંગે મંજૂરી માંગેલ પરંતુ પોલીસે નકરાત્મક રિપોર્ટ આપતા મંજૂરી ના મળતા કાર્યક્રમ શરૂ થતાંજ તમામ 16 સદસ્યોની અટકાયત થઇ હતી....
અમરેલી શહેરમાં રોડ રસ્તા તેમજ નગરપાલિકાના સત્તધીશો અને અધિકરીઓ દ્વારા ભ્રષ્ટચાર કરી રહયા હોવાના આક્ષેપ સાથે નગરપાલિકાના કોંગ્રેસના 16 સદસ્યો જેમાં સંદીપ ધાનાણી પાતંજલ કાબરિયા,સહિતના સદસ્યો આજે રાજકમલ ચોક ખાતે આમરણાંત ઉપવાસ શરૂ કરી નગરપાલિકાના અધિકારીઓ સામે વિરોધ પ્રદર્શન કરેલ હતો પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ આમરણાંત ઉપવાસ અંગે કોઈ મંજૂરી મળેલ ના હોવાથી વિરોધ પ્રદર્શન શરૂ કરવાના થોડીજવારમાં પોલીસે કોંગ્રેસના16 સદ્દસ્યોને અટકાયતમાં લઇ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે લઇ ગયેલ હતી
પોલીસે રાજકમલ ચોક ખાતે ટ્રાફિકની સમસ્યાને લઇ નાકરતામ્ક રિપોર્ટ આપતા કોંગ્રેસના સદસ્યોને ઉપવાસ આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરવા ના મળતા કોંગ્રેસના સદસ્યોએ પોલીસ સામે પણ રોષ વ્યક્ત કરેલ હતો .