આટલું કરશો તો તમારા ઘરના WIFIની સ્પીડ વધી જશે સુપરફાસ્ટ

  • આટલું કરશો તો તમારા ઘરના WIFIની સ્પીડ વધી જશે સુપરફાસ્ટ
  • આટલું કરશો તો તમારા ઘરના WIFIની સ્પીડ વધી જશે સુપરફાસ્ટ
  • આટલું કરશો તો તમારા ઘરના WIFIની સ્પીડ વધી જશે સુપરફાસ્ટ

જો તમે પણ ઘરમાં વાઈફાઈ દ્વારા ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો અને તમારી ફરિયાદ છે કે વાઈફાઈ દ્વારા નેટ ખૂબ ધીમું ચાલે છે તો કેટલીક ટિપ્સની મદદથી તેની સ્પીડ વધારી શકો છો. મોટાભાગના ઇન્ટરનેટ પ્રોવાઇડર અને વાઇફાઈ મેન્યુફેક્ચર કંપનીઓ સુપર હાઈસ્પીડનો દાવો કરે છે પણ તમારી સતત એ જ ફરિયાદ હોય છે કે નેટ ધીમું ચાલે છે. હવે આ માટે તમારે એ યાદ રાખવાની જરુર છે કે ઠશઋશ વેવ્સ એક પ્રકારના રેડિયો વેવ્સ હોય છે જે ટૂંકુ અંતર કાપીને તમારા સ્માર્ટફોન સુધી પહોંચે છે. પરંતુ ઘણીવાર કોઇ કારણસર આ વેવ્સ બ્લોક થઈ જાય છે તેથી જ તેની સ્પીડ પણ ઘટી જાય છે. હોમ રાઉટર્સને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યા હોય છે કે તેની નીચે તરફથી સિગ્નલ મળે છે. જેથી જ્યારે પણ આ રાઉટરને જમીન પર રાખો છો ત્યારે તેના સિગ્નલ તમારા સ્માર્ટફોન અને લેપટોપ તરફ નહીં પણ જમીન તરફ વધુ જાય છે. માટે જો ઇચ્છતા હોવ કે પૂરતી સ્પીડ મળે તો રાઉટરને ક્યારેય નીચે જમીન પર રાખવું જોઇએ નહીં.
જો તમને એવું લાગતું હોય કે કોમ્પ્યુટર પાસે રાઉટર રાખવાથી તેની સ્પીડ વધી જાય છે તો આ ખોટી માન્યતા છે. હકીકતમાં તો કોમ્પ્યુટર, ટેલિવિઝન, કિચન એપ્લાયન્સિસ જેવા કે રેફ્રિજરેટરની પાસે રાઉટર રાખવાથી તેના સિગ્નલ નબળા પડી જાય છે. આ માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખો.
જો તમે ઇચ્છો છો કે તમારુ રાઉટર ધૂળ, પાણી અને બીજા કોઈ તોડફોડથી બચી જાય તે માટે તેને કોઈ કેબિનેટ અથવા તિજોરીમાં રાખો છો તો તમારી સ્પીડ ઘટવાની જ છે. આમ કરવાથી ઘણીવાર રાઉટરના સિગ્નલ નબળા પડી જાય છે. રાઉટરને કોઈ તીજોરીમાં રાખવાની જગ્યાએ કોઈ એવી ઉંચી જગ્યાએ રાખો કે તે ખરાબ ન થાય કે નુકસાન પહોંચે નહીં. જો તમારા મોડેમમાં બે એન્ટેના હોય તો એ સુનિશ્ચિત કરો કે એક એન્ટેના સીધું રહે અને બીજું ડાબી બાજુ આડુવાળીને રાખો.
જો તમારા ઘરમાં નેટની સ્પીડ ઓછી મળતી હોય તો સૌથી પહેલા એ ચેક કરો કે રાઉટર ક્યાં રાખ્યું છે. એક સામાન્ય હોમ રાઉટરની રેન્જ 100 ફૂટ હોય છે. તમારુ રાઉટર દિવાલ, અરીસા અને બીજી ઇલેક્ટ્રિક વસ્તુઓથી દૂર રાખો. ઠશઋશનું સિગ્નલ ઓમ્નિડાયરેક્શનલ હોય છે એટલે કે દરેક દિશામાં જાય છે. માટે જો તેને ઘરની વચ્ચે રાખશો તો આખા ઘરમાં સિગ્નલ મળશે. આ સાથે જ ઠશઋશને ઉંચી જગ્યાએ રાખો કેમ કે વાઈફાઈ સિગ્નલ નીચેની તરફ ટ્રાવેલ કરે છે. બની શકે તો તમારા ઘરની દિવાલના 3/4 ઉંચાઈએ તેને રાખો.