સ્કીનના Fresh & Fair લુક માટે અપનાવો ‘રેડ કાર્પેટ ફેશિયલ’

  • સ્કીનના Fresh & Fair લુક માટે અપનાવો ‘રેડ કાર્પેટ ફેશિયલ’
  • સ્કીનના Fresh & Fair લુક માટે અપનાવો ‘રેડ કાર્પેટ ફેશિયલ’
  • સ્કીનના Fresh & Fair લુક માટે અપનાવો ‘રેડ કાર્પેટ ફેશિયલ’


ફેશિયલ ત્વચાને આંતરીક અને
બાહ્ય સુંદરતા
બક્ષે છે   આ ફેશિયલ
સ્કીન સ્પેશ્યાલીસ્ટ, બ્યુટીશિયન
તેમજ ઘરે પણ
કરી શકાય છે તહેવારોની સીઝન આવતા જ ઉજવણીની તૈયારીમાં લોકો લાગી જાય છે.જન્માષ્ટમીનો તહેવાર નજીકમાં જ છે ત્યારે દરેક સ્ત્રી પોતાના દેખાવને પણ વધુ સુંદર બનાવી તહેવારને યાદગાર બનાવવા પ્રયત્ન કરે છે.
ચહેરા માટે ફેશીયલ, કલીનઅપ, બ્લીચીંગ જેવી અનેક બ્યુટી ટ્રીટમેન્ટ બહેનો કરાવતી હોય છે. તેમાં ‘રેડ કાર્પેટ ફેશીયલ’ ચહેરાને સુંદર બનાવે છે. ગ્લેમર વર્લ્ડમાં હોલીવુડને બોલીવુડની અભિનેત્રીઓમાં આ ફેશીયલ લોકપ્રિય છે. આ ફેશીયલ ઝડપથી રીઝલ્ટ આપે છે તેમજ શ્રેષ્ઠ રીઝલ્ટ આપતું હોવાથી આ ફેશીયલ હવે સામાન્ય મહિલાઓમાં પણ લોકપ્રિય બન્યું છે.
‘રેડ કાર્પેટ ફેશીયલ’માં પ્રોડકટ, મશીન અને મેન્યુઅલ મસાજનો સમાવેશ થાય છે. તેનો જુદી જુદી કંપનીની પ્રોડકટ ઉપલબ્ધ છે. જે સ્પેશિયલ સ્કીન સ્પેશિયાલીસ્ટ પાસે, બ્યુટીશીયન પાસે તેમજ ઘરે પણ કરી શકાય છે. જો ડોકટર આ ટ્રીટમેન્ટ કરતા હોય તો લેકિટક એસિડ અને મેલિક એસિડનું કોમ્બીનેશન વધુ હોય છે તેમજ લેસર ટ્રીટમેન્ટ પણ તેઓ કરે છે. જ્યારે બ્યુટીશીયન આ ટ્રીટમેન્ટ કરે ત્યારે પ્રોડકટ માઇલ્ડ હોય છે તેમજ પીલીંગ મશીનનો ઉપયોગ કરે છે. ઉપરાંત જો તમે ઘરે આ ટ્રીટમેન્ટ કરવા માંગતા હો તો ખાલી મસાજ અને માસ્કનો ઉપયોગ કરી શકો છો. જેમાં કલીન્ઝીંગ, મસાજ માસ્ક લગાવવા દ્વારા આ ફેશિયલ કરી શકો છો.
આપણે જેમ સ્પા કરાવીએ છીએ જે એક જાતનો ‘ફેઇસ સ્પા’ કરી શકાય આ ટ્રીટમેન્ટ મહિનામાં એક વખત કરાવી શકાય છે પરંતુ જરૂર હોય તો પંદર દિવસે પણ કરાવી શકાય છે તો ‘રેડ કાર્પેટ ફેશિયલ’ કરી તમારી સ્કીનને ફેર અને બ્યુટીફુલ બનાવો. ‘રેડ કાર્પેટ
ફેશિયલ’ના ફાયદા
ઇન્સ્ટેટ રીઝલ્ટ માટે આ ફેશિયલ કરાવી
શકાય છે. વાઇટનીંગ તથા ટાઇટનીંગ માટે પણ આ ફેશિયલ ઉપયોગી છે.
ડેડ સ્કીન તથા ટેન થઇ ગયેલી સ્કીનના પ્રોબ્લેમ માટે આ ફેશિયલ ઉપયોગી છે.
આ ફેશિયલથી સ્કીનમાં ગ્લો આવે છે તેમજ
સ્કીન ફેર પણ લાગે છે.
આ ફેશિયલ દ્વારા સ્કીનના અંદરના
લેયર સુધી ઇફેકટ થતી હોવાથી
સ્કીન ફ્રેશ અને હેલ્ધી
બને છે. - સોનલ બગડાઈ  (રીનીઝ બ્યુટી પાર્લર)