કલાત્મક શ્રૃંગાર દ્વારા પ્રભુ પ્રત્યે ભાવોની અભિવ્યક્તિ

  • કલાત્મક શ્રૃંગાર દ્વારા પ્રભુ પ્રત્યે ભાવોની અભિવ્યક્તિ

ઠાકોરજીના ચરણોથી લઇને મસ્તકની પાઘ સુધીના દરેક શણગારમાં વૈવિધ્યના કલાના દર્શન થાય છે  ભક્તિ સાથે હંમેશા ભાવ જોડાયેલા હોય છે. ભગવાનના પૂજા-અર્ચન કરવામાં તેને શણગાર કરી ભક્તો પોતાના ભાવો વ્યક્ત કરે છે. આજ રીતે ઠાકોરજીની સેવા પુજા કરતા-કરતા રાજકોટના દર્શનાબેન સૈજલિયાએ પણ પોતાના ભાવથી શ્રીઅંગના શ્રૃંગાર અને ગાદીમાળા વગેરે બનાવતા અને મિત્રો સ્વજનોને ભેટ આપી દેતા ધીમે ધીમે ઠાકોરજીના ચરણની લઇને મસ્તકની પાઘ જેવી દરેક વસ્તુઓ બનાવવાનું શરૂ કર્યુ. આજે તેમણે બનાવેલા શ્રુંગાર અને વસ્ત્રોની વિદેશમાં પણ ડીમાન્ડ છે. લંડન, નાઇરોબી, ઓસ્ટ્રેલિયાના લોકો ઓનલાઇન મંગાવે છે.
તેઓ જે શણગારની વસ્તુઓ બનાવે છે તેમાં લાલનના અને શ્રીનાથજીના વસ્ત્રોનો સમાવેશ થાય છે. જેમાં મલના માલાજી છીપ ચંદન વગેરેનો ઉપયોગ તેમજ ઇમીટેશન, ગોલ્ડ સિલ્વરના પણ શણગાર તેઓ જુદી જુદી સાઇઝમાં બનાવી આપે છે.
આકર્ષક રંગો અને કલાત્મક તેમજ પરફેકટ બનાવવા માટે તેઓ જાતે ડિઝાઇન બનાવી તેની ડાઇ પરથી ખાસ ડીઝાઇન બનાવે છે. તેમાં મોતી ડાયમંડ ગ્લાસ સ્ટોન વગેરેનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તેમની પોતાની વેબસાઇટ પણ છે અને ઓનલાઇન ઓર્ડર નોંધી તેઓ વિદેશમાં પણ કુરીયર કરી આપે છે. ઇમીટેશનના 400 થી શરૂ કરીને સિલ્વર તેમજ રીઅલ ગોલ્ડના 60,000 સુધીની કિંમતના શણગાર બનાવે છે. તેમના માર્ગદર્શનમાં સાતેક બહેનો કાર્ય કરી રોજગાર મેળવે છે. સુરેન્દ્રનગરમાં ગીરીરાજશ્રીનાં શ્રુંગાર સાડાચાર ફુટના તેઓએ બનાવી આપ્યા છે. ઉપરાંત સાઇઝ અને પસંદગી મુજબ પણ તેઓ ઓર્ડરથી બનાવે છે. સામાન્ય રીતે કોમ્બીનેશન અને ફીનીશીંગના કારણે એકથી એક ચડીયાતા શણગાર બને છે. આમ છતા હૃદયના ભાવો પણ જ્યારે તેમાં ભળે છે ત્યારે તેની શોભા અનેક ગણી વધી જાય છે.