પંચાયત તલાટી-ક્લાર્કની પરિક્ષામાં નવો અભ્યાસક્રમ

  • પંચાયત તલાટી-ક્લાર્કની પરિક્ષામાં નવો અભ્યાસક્રમ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છની જિલ્લા પંચાયતોમાં 1,352 ક્લાર્ક-તલાટીકમ મંત્રીની ભરતી કરવા લીલીઝંડી
રાજકોટ તા.28
રાજકોટ સહિત રાજ્યભરની જિલ્લા પંચાયતમાં જૂનિયર ક્લાર્ક અને ગ્રામ પંચાયત મંત્રીની ખાલી જગ્યા ભરવા માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગે લીલીઝંડી આપી દીધી છે. સાથો-સાથ પરિક્ષામાં ફેરફાર કરવાનો હોવાથી નવો અભ્યાસક્રમ જાહેર કરવામાં આવનાર છે તે પછી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ એસ.એસ.પારેખે તમામ જિલ્લા વિકાસ અધિકારીને હુકમ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા 10 વર્ષીય ભરતી કેલેન્ડર નક્કી કરવામાં આવેલ છે તે અંતર્ગત વર્ષ 2018માં જૂનિયર ક્લાર્ક વર્ગ-3 અને ગ્રામ પંચાયત મંત્રી વર્ગ-3ની કુલ 2,876 જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે.
જૂનિયર ક્લાર્કની સૌરાષ્ટ્ર-કચ્છમાં 468 સહિત રાજ્યમાં 1057 જગ્યાઓ ભરવામાં આવશે તેમા સૌથી વધુ ભાવનગર-કચ્છમાં 59 અને સૌથી ઓછી પોરબંદરમાં માત્ર 13 જગ્યાઓ જ ભરાશે. જેમાં બીનઅનામતની 583 જગ્યાનો સમાવેશ થાય છે. જ્યારે તલાટીકમ મંત્રીની સૌરાષ્ટ્ર-કચ્છની 884 સહિત રાજ્યમાં 1,819 જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે તેમાં સૌથી વધુ
ભાવનગરમાં 135 અને સૌથી ઓછી બોટાદમાં 18 જગ્યાનો સમાવેશ થાય છે જેમાં બીન અનામતની 1094 જગ્યાનો સમાવેશ થાય છે. બંને કેડરમાં થનાર ભરતીમાં માસિક ફિક્સ પગારથી પાંચ વર્ષના કરાર આધારિત ધોરણે નિમણૂંક કરવામાં આવનાર છે સમિતિઓએ બોર્ડ મારફત તમામ જિલ્લામાં ઓનલાઇન અરજી મેળવવા એક સાથે જ જાહેરાત આપવાની રહેશે ઓનલાઇન અરજીમાં ઉમેદવાર ગમે તે એક જિલ્લાને જ પસંદ કરી શકશે અને એક સાથે તમામ ઉમેદવારોની કોમન પેપરથી પરિક્ષા લેવામાં આવશે.
આ કેડરની ભરતીમાં પરિક્ષા નિયમોનો અભ્યાસક્રમ સુધારવાની વિચારણા ચાલતી હોય તે મંજૂરી મળ્યેથી ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તલાટીમંત્રીની કેટલી જગ્યા ભરાશે
શહેર ખાલીજગ્યા ભરતી થશે
અમરેલી 127 126
ભાવનગર 137 135
બોટાદ 21 18
દ્વારકા 44 44
સોમનાથ 59 44
જામનગર 93 93
જૂનાગઢ 108 92
કચ્છ 78 78
મોરબી 37 34
પોરબંદર 22 22
રાજકોટ 101 93
સુરેન્દ્રનગર 106 105 જૂનિયર ક્લાર્કની કેટલી જગ્યા ભરાશે
શહેર ખાલી જગ્યા ભરતી થશે
અમરેલી 101 57
ભાવનગર 98 59
બોટાદ 33 16
દ્વારકા 48 28
સોમનાથ 39 19
જામનગર 60 31
જૂનાગઢ 89 49
કચ્છ 101 59
મોરબી 48 27
પોરબંદર 34 13
રાજકોટ 94 58
સુરેન્દ્રનગર 91 52