પેરા મેડિકલના 8 કોર્સમાં આજે સીટ એલોટમેન્ટ

  • પેરા મેડિકલના 8 કોર્સમાં  આજે સીટ એલોટમેન્ટ
  • પેરા મેડિકલના 8 કોર્સમાં  આજે સીટ એલોટમેન્ટ

 પ્રથમ રાઉન્ડમાં 16048
બેઠકોની ફાળવણી કરાશે, હાલ
22 કોલેજ એડમિશન ઝોનમાં
રાજકોટ તા.28
પેરામેડિકલની 16048 બેઠકની આજે ફાળવણી આજે થવાની છે, જેમાં 22 કોલેજમાં પ્રવેશ નહી આપી શકાય. બેંક ગરંટી યુનિ.જોડાણ,સરકારની મંજૂરી કે કાઉન્સિલ રજિસ્ટ્રેશન સહિતના ડોક્યુેમન્ટ રજૂ ન કરનારી કોલેજોમાં 713 બેઠકો પર પ્રવેશ નહી ફાળવાય તેમ જાહેર કરવામાં આવ્યું છે. ધો.12 સાયન્સના પરિણામ આધારીત પેરામેડિકલના 8 કોર્સમાં પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટે મંગળવારે કરવામા આવનાર છે. જેમાં, 16048 બેઠકોની ફાળવણી કરાશે.જો કે 22 કોલેજોને પ્રવેશ પ્રક્રિયાથી હાલ બહાર કરાઈ છે અને આ કોલેજોમાં બેઠક ફાળવણી નહી કરવામા આવે. પેરામેડિકલમાં બીએસસી
(અનુસંધાન પાના નં. 8)
નર્સિંગ, જનરલ નર્સિંગ, ઓક્ઝલરી નર્સિંગ, ઓર્થોટિક્સ, ઓપ્ટોમેટ્રી, ઓડીયોલોજી,ઓક્યુપેશનલ થેરાપી અને ફીઝીયોથેરાપીસહિતના 8 કોર્સમાં 450થી વધુ કોલેજો છે અને જેમાં આ વર્ષે બીએસસી નર્સિંગ અને જનરલ-ઓક્ઝલરી નર્સિંગમાં અત્યાર સુધીમાં 54 નવી કોલેજો આવી છે.
કેટલીક નવી કોલેજોની મંજૂરી હજુ બાકી છે અને કેટલીક જૂની કોલેજની રીન્યુઅલ પરમીશન હજુ બાકી છે. જેટલી કોલેજોની મંજૂરી આવી છે અને જે બેઠકોનુ આજેે પ્રથમ રાઉન્ડમાં સમિતિ દ્વારા એલોટમેન્ટ થનાર છે તેમા બીએસસી નર્સિંગની 3478, જનરલ નર્સિંગની 5470, ઓક્ઝલરી નર્સિંગની 3233 , ઓપ્ટોમેટ્રીની 195 તથા ફીઝિયોથેરાપીની 3673 તથા અન્ય ત્રણ કોર્સની 39 બેઠકો સાથે 16048 બેઠકો છે.આટલી બેઠકો પર આવતીકાલે સીટ એલોટમેન્ટ કરાશે.
જ્યારે આજ સુધીમાં 22 કોલેજોએ બેંક ગરંટી, જે તે યુનિવર્સિટીના જોડણનો લેટર, ફીઝિયોથેરાપી કાઉન્સિલનુ રજિસ્ટ્રેશન સર્ટી તથા સરકારની મંજૂરી સહિતના ડોક્યુેમન્ટ રજૂ કર્યા નથી.જેથી આ 22 કોલેજોને પ્રવેશ પ્રક્રિયામાંથી હાલ બાકાત કરાઈ છે અને આવતીકાલે પ્રથમ રાઉન્ડના સીટ એલોટમેન્ટમાં આ 22 કોલેજોની 713 બેઠકો પર પ્રવેશ નહી ફાળવાય.
પેરામેડિકલના આ 8 કોર્સમાં આ વર્ષે 30 હજારથી વધુનું રજિસ્ટ્રેશન થયુ છે અને જેમાંથી 29678 વિદ્યાર્થીઓ મેરિટમાં છે.જેમાંથી પ્રથમ રાઉન્ડમાં 25500 જેટલા વિદ્યાર્થીઓએ ચોઈસ ફિલિંગ કર્યુ છે અને જેઓને મેરિટ પ્રમાણે ઓનલાઈન પ્રવેશ ફાળવાશે. કયા કોર્સની કેટલી બેઠકો
ફિઝીયોથેરાપી 3673
બી.એસ.સી. નર્સિંગ 3478
જનરલ નર્સિંગ 5470
ઓક્ઝલરી નર્સિંગ 3233
ઓપ્ટોમેટ્રી 195
અન્ય 3 કોર્સ 39