‘તાવ’થી આજીવન મુક્તિ અપાવતી રસીની શોધ

  • ‘તાવ’થી આજીવન મુક્તિ  અપાવતી રસીની શોધ

 અમેરિકી વૈજ્ઞાનિકોએ ઉંદર પર કર્યો સફળ પ્રયોગ
પેન્સિલ્વેનિયા તા,24
લોકોનો આજીવન ફ્લૂથી બચાવ કરી શકે તેવી વેક્સિન ટૂંકસમયમાં વાસ્તવિકતા બનવા જઈ રહી છે. વિજ્ઞામનીઓનું કહેવું છે કે, તેમણે એવું વેક્સિન વિકસાવી છે કે જેને દર વર્ષે નહીં લેવી પડે પરંતુ ગણતરીના ઇન્જેક્શન લેવાથી આજીવન ફ્લૂથી બચાવ થઈ શકે.વર્તમાનમાં માત્ર ફ્લૂની મોસમમાં રસી આપવામાં આવે છે. આ પ્રથા ટૂંકસમયમાં જૂની થઈ શકે છે. વાઇરસનો પ્રતિકાર કરવા રસી કદાચ નબળી પડે છે. પરંતુ નવી રસી એવા વાઇરસને નિશાન 
બનાવે છે કે જે વાઇરસ વર્તમાન રસીમાં પણ બચાવ કરવાની ક્ષમતા ધરાવે છે. પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીના સંશોધકોનું કહેવું છે કે નવી રસી ફ્લૂના વાઇરસની અસરોને નિષ્ફળ કરી શકે તેવી શારીરિક ક્ષમતા વિકસાવે છે. ઉંદરો પરના પ્રયોગમાં આ નવી રસી ખૂબ સફળ થઈ છે.
સંશોધકોએ આ દિશામાં એટલા માટે સંશોધન શરૂ કર્યું કે ફ્લૂની મોસમમાં વ્યાપકપણે રસી અપવામાં આવતી હોવાથી દર વર્ષે લાખો લોકો ફ્લૂનો ભોગ બને છે. ફ્લૂ અને તેને કારણે ઊભી થતી જટિલતાને કારણે અમેરિકામાં હજારો લોકોને હોસ્પિટલમાં સારવાર આપવી પડે છે અને 30,000 લોકોનાં મૃત્યુ થાય છે.