શ્રાવણ માસ નિમિત્તે સદ્દગુરૂ આશ્રમે દ્વાદશ જયોતિર્લીંગ દર્શન

  • શ્રાવણ માસ નિમિત્તે સદ્દગુરૂ આશ્રમે દ્વાદશ જયોતિર્લીંગ દર્શન

રાજકોટ તા,9
સદગુરુ સદન ટ્રસ્ટ સદગુરુ આશ્રમના પ્રાંગણમાં તા.12ને રવિવાર તા.09-09 ને રવિવાર શ્રાવણ વદ- (અમાસ) સુધી આપણાં દેવધિદેવ ભગવાન શિવશંકરનાં બાર જયોતિલીંગના દિવ્ય દર્શનનું ભવ્ય આયોજન કરવામાં
આવેલ છે.
બાર જયોતિલીંગના દિવ્ય દર્શન આજનાં આ મોઘવારી મહાયુગમાં ખુબજ કઠીન અને ખર્ચાળ બની રહે છે. જયારે સદગુરુ આશ્રમના પ્રાંગણમાં દ્વાદશ જયોર્તિલીંગના દર્શન કરી કઠીન અને ખર્ચાળ યાત્રાઓમાંથી મુકતી
મળે છે, મને આપણે આ બાર જયોતિલીંગનાં દિવ્ય દર્શનનો અલભ્ય એવો લાભ મેળવી અનેકગણું પુણ્યફળ પ્રાપ્ત કર્યાની સાથે અધિ,વ્યાધિ, ઉપાધીમાંથી મુકતી મળી શકે છે.
દ્વાદશ જયોર્તિલીંગનાં દિવ્ય દર્શન નિમિતે ભગવાનશ્રી શિવશંકર દ્વાદશ જયોર્તિલીંગના પ્રતિષ્ઠા તથા પુજન, તા.12 ને રવિવારે સવારે 9:00 કલાકે ભગવાન શિવશંકરનાં દ્વાદશ જયોર્તિલીંગની દરરોજ આરતીનો સમય સવારે 7:00 કલાકે સાંજની આરતીનો સમય:-8:00 કલાકે થાળ ધરાવવાનો સમય સવારે 10:45 કરવાનો સમય સવારે 5:30 કલાકે 12:30 કલાક સુધી તથા બપોરે :-4:00 થી રાત્રિનાં 10:30 સુધી, મંગલેશ્ર્વર મહાદેવનાં મદિરમાં દર સોમવારે શૃંગાર દર્શનનો સમય સાંજે 6:00 થી 10:00 વાગ્યાનો રહેશે.
મંગલેશ્ર્વર મહાદેવ મંદિરનાં શૃંગાર દર્શનનીતા.13 સોમવાર તા.20 સોમવાર, તા.27 સોમવાર તા.03/09 સોમવારે સાંજે:-6:00 થી રાત્રિના 10:00 યોજાશે.