4 વર્ષમાં પ્રત્યેક ભારતીયની સરેરાશ આવક રૂા.80000 ની થઇ

  • 4 વર્ષમાં પ્રત્યેક ભારતીયની સરેરાશ આવક રૂા.80000 ની થઇ

નવી દિલ્હી તા.9
ભારતની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત ગત ચાર વર્ષમાં વધીને 79,882 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કેન્દ્રીય આંકડા મંત્રી વિજય ગોયલે બુધવારે સંસદમાં નિવેદન આપતા કહ્યું કે, યૂપીએના 4 વર્ષની તુલનામાં મોદી સરકારના 4 વર્ષોમાં પ્રતિ વ્યક્તિ આવકમાં સતત વધારો થયો છે. તેમણે કહ્યું કે, 2011-12થી 2014-15 પ્રતિ વ્યક્તિ આવક 67,594
રૂપિયા હતી.
ગોયલે લોકસભામાં આપેલા લેખિત નિવેદનમાં કહ્યું, દેશની પ્રતિ વ્યક્તિ સરેરાશ આવત 2011-2થી 2014-15 દરમિયાન 67,594 રૂપિયા હતી. જે 2014-15થી નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન વધીને 79,882 રૂપિયા થઈ ગઈ છે. કેન્દ્રીય પ્રધાને લોકસભામાં ગત 4 વર્ષ દરમિયાન પ્રતિ વ્યક્તિ આવકના સ્તરમાં વધારાને લઈને પૂછેલા સવાલના જવાબમાં આ આંકડા રજૂ કર્યા.
નિવેદન પ્રમાણે 2013-14માં 4.6 ટકાના વધારાની સાથે પ્રતિ વ્યક્તિ સરેરાશ આવક 68,572 રૂપિયા સુધી પહોંચી ગઈ. 2014-15માં 6.2 ટકાના વધારાની સાથે આ આંકડો 72,805ના લેવલ સુધી પહોંચ્યો. 2015-16માં આ આંકડો 6.9 ટકા વધીને 77,826 અને 2016-17માં 82,229ના લેવલ સુધી પહોંચી ગયો છે. આગામી કેટલાક દાયકા માટે ભારત ભારત વૈશ્ર્વિક અર્થકારણ માટે વૃદ્ધિનો સ્રોત બનશે અને ચીનની ગરજ સારશે એમ જણાવતા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)એ ભારતને અર્થતંત્રમાં હજી વધુ માળખાકીય સુધારા કરવા હિમાયત કરી હતી.
આઇએમએફે કહ્યું હતું કે, આર્થિક સુધારાના ફળ હવે મળવા માંડ્યા છે અને તેને કારણે ભારત સૌથી ઝડપથી વિકસતા અર્થતંત્ર તરીકે મોખરે જ રહેશે. ભારતીય અર્થતંત્ર એવો હાથી છે જેણે હવે દોડવામાં ઝડપ પકડી છે.
ખરીદ શકિેત સમાનતાના પગલાંઓમાં અને વૈશ્ર્વિક અર્થતંત્રમાં 15 ટકાની વૃદ્ધિમાં દર્શાવવામાં ભારતનું નોંધપાત્ર યોગદાન છે. ચીન અને અમેરિકા પછીના ક્રમે ભારત આવે છે, એમ આઇએમએફના ભારત ખાતેના મિશન ચીફ રાનિલ સાલગાડોએ જણાવ્યું હતું.
ભારતનું વર્કીંગ પોપ્યુલેશન ઘટવા માંડે એ પહેલાં ભારત પાસે ત્રણ દાયકા કરતા વધુ સમય છે આ ત્રણ દાયકા દરમિયાન ભારત વિશ્ર્વ માટે લાંબા ગાળાનો વૃદ્ધિનો સ્રોત બની રહેશે. ભારતીય અર્થતંત્ર નોટબંધી અને જીએસટીના બે મોટા ઝટકામાંથી પસાર થયું છે આખા દેશમાં જીએસટી લાગુ કરવો એ મોટી વાત છે કારણ કે ભારતમાં 29 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશ છે. ભારતીય અર્થતંત્ર હવે બેઠું થયું છે અને ફરી પ્રગતિની રાહ પર આવ્યું છે, એમ સાલગાડોએ જણાવ્યું હતું.
જીએસટી ભારતનો મહત્ત્વનો આર્થિક સુધારો છે, એમ જણાવતા આઇએમએફે ભારતને સરળ જીએસટી સ્ટ્રક્ચર લાગુ કરવાની વાત કરી હતી.
ઘણાં બધા આડકતરા વેરાઓને નાબૂદ કરી જીએસટી અમલમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ જીએસટીનું માળખુ જટિલ છે. ભારત એવા પાંચ જૂથ દેશોમાં આવે છે જેમાં ચારથી પાંચ જુદા જુદા જીએસટીના દર લાગુ કરવામાં આવ્યા છે- પાંચ ટકા, બાર ટકા, અઢાર ટકા અને અઠ્ઠાવીસ ટકા. જેમ્સ અને જ્વેલરી માટે ખાસ ત્રણ ટકાનો જીએસટી અને રફ ડાયમંડ માટે 0.25 ટકાનો દર. એની સરખામણીમાં વિશ્ર્વના 49 દેશોમાં જીએસટીનો એક જ રેટ છે અને 28 દેશોમાં જીએસટીના બે રેટ છે. આવા અલગ અલગ રેટને લીધે વહીવટી ખર્ચમાં વધારો થાય છે એમ જણાવતા આઇએમએફે ભારતને જીએસટીને વધુ સરળ બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.