શ્રી રોયલ પાર્ક જૈન સંઘના આંગણે કાલે પૂજ્ય લીલમબાઇમ. તૃતીય પૂજ્ય સ્મૃતિ અવસરની ઉજવણી

  • શ્રી રોયલ પાર્ક જૈન સંઘના આંગણે કાલે  પૂજ્ય લીલમબાઇમ. તૃતીય પૂજ્ય સ્મૃતિ અવસરની ઉજવણી

સવારે શોભાયાત્રા બાદ ગ્રંથનું વિમોચન, નાટિકા, તેમજ બપોરે પ્રશ્ર્નમંચનું આયોજન : 1008 ભાવિકો આયંબિલ તપ કરી પૂજ્ય સાહેબજીને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઇ
ગોંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી મુક્ત-લીલમ પરિવારના 108 થી પણ વધારે સાધ્વીરત્નાઓના શ્રધ્ધાપાત્ર ગુરૂણી પદે બિરાજમાન એવા ભાવયોગિની અપૂર્વશ્રુત આરાધિકા પૂજ્ય શ્રી લીલમબાઈ મહાસતીજીની તૃતીય પુણ્ય સ્મૃતિનો અવસર આવતીકાલ 10/08/2018 શુક્રવારે સવારના 08.30 કલાકે રાજકોટના શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ- સી.એમ.પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે ઉજવવામાં આવશે. સમારોહ સ્થળ ડુંગર દરબાર, અમીન રોડ જંકશન, જેડ બ્લુની સામે, રાજકોટ આયોજિત કરવામાં આવ્યું છે.
ગુજરાતરત્ન પૂજ્ય શ્રી સુશાંતમુનિ મહારાજ સાહેબ, રાષ્ટ્રસંત પૂજ્ય શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ આદિ 6 સંતો તેમજ 69 મહાસતીજી મળીને 75 સંત સતીજીઓના સાંનિધ્યે અહોભાવપૂર્વક ગુણાંજલિ અર્પણ કરવામાં આવશે.
અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર ના નિવાસસ્થાન. જય જિનેન્દ્ર, રોયલપાર્ક શેરી નં-5 થી, સવારના 08:00 કલાકે પદિવ્યાત્માથ ગ્રંથને પાલખીમાં બિરાજમાન કરી ને ભવ્ય શોભાયાત્રા દ્વારા રાજકોટના રાજમાર્ગો પર પરિક્રમા કરાવતા કરાવતા વસંતભાઈ તુરખીયાના નિવાસસ્થાન પમધર લવથ રોયલપાર્ક શેરી નં-3 ની સ્પર્શના કરીને ડુંગર દરબાર પધરામણી કરાવવામાં આવશે.
ડો. પુજ્ય શ્રી આરતીબાઈ મહાસતીજી દ્વારા છેલ્લા બે વર્ષ થી રચાઈ રહેલા 300 પાના ના મલ્ટીકલર સુંદર એવા દિવ્યાત્મા ગ્રંથના વિમોચન બાદ આ અવસરે શ્રી રોયલપાર્ક પુત્રવધુ મંડળ દ્વારા પદિવ્યાત્માથ નાટિક ની પ્રેરણાત્મક પ્રસ્તુતિ સાથે પુજ્ય સાહેબજી ને શ્રદ્ધાપૂર્વક ગુણાંજલિ અર્પણ કરવામાં આવશે.
ઉપરાંત બપોરે ના 3 થી 5 કલાક દરમ્યાન શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ 2/8,ગાદી પતિ પુજ્ય શ્રી ગીરીશચંદ્રજી મહારાજ સાહેબ માર્ગ, કાલાવડ રોડ, રોયલપાર્ક ખાતે પુજ્ય સાહેબજી ના જીવન લક્ષી પ્રશ્નમંચનું પણ આયોજન શ્રી સમસ્ત રાજકોટ સંઘ ના મહિલા મંડળ દ્વારા કરવા માં આવેલ છે.
વિશેષમાં , શ્રદ્ધાપાત્ર ગુરુણીમૈયા પુજ્ય શ્રી સાહેબજી પ્રત્યે સમર્પણ ભાવથી અર્પણતા સાથે આ અવસરે રાષ્ટ્રસંત પુજ્યશ્રી ની પ્રેરણા થી 1008 ભાવિકો આયંબિલ તપની આરાધના કરીને અહોભાવની અભિવ્યક્તિ કરશે.
પુજ્ય મહાસતીજી પ્રત્યે ભક્તિભાવ દર્શાવતા શેઠ પરિવાર તેમજ તુરખીયા પરિવાર આદિ દ્વારા દિવ્યાત્મા ગ્રંથની અનુમોદના કરવામાં આવી છે.
એ સાથે જ, 1008 ભાવિકોને આયંબિલ તપની આરાધના કરવાનો લાભ શ્રી શેઠ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. આ અવસરે ગુરુભક્ત તરફથી ગોલ્ડ કોઈનના લક્કી ડ્રો કરવામાં આવશે, જેના લક્કી ડ્રો કુપન શોભાયાત્રાના પ્રારંભે આપવામાં આવશે. પુજ્ય સાહેબજીના ગુણોની સુવાસથી સ્વયંના જીવનને પણ ગુણોથી સુવાસિત કરવા આ અવસરે પધારવા શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે.