લાભુભાઇ ત્રિવેદી કોલેજના આંગણે જગદ્ગુરુ સુર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરી (દ્વારકા)નાં પાવન પગલાં

  • લાભુભાઇ ત્રિવેદી કોલેજના આંગણે જગદ્ગુરુ સુર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરી (દ્વારકા)નાં પાવન પગલાં

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત લાભુભાઇ ત્રિવેદી એન્જીનિયરિંગ કોલેજ ખાતે જગદગુરુ સુર્યાચાર્ય કૃષ્ણદેવનંદગીરી (દ્વારકા)ની પાવન પધરામણી કરવામાં આવી હતી. જેમનું ભવ્ય સ્વાગત સંસ્થાના પ્રિન્સિપાલ, સ્ટાફ, તથા વિદ્યાર્થીવૃંદ દ્વારા કરવામાં આવેલ. જગદગુરુ દ્વારા વિદ્યાર્થીઓને મૂલ્યનીષ્ટ શિક્ષણ મેળવી ધર્મ, સંસ્કૃતિ, તથા રાષ્ટ્રનો વારસો જાળવવાની તેમજ રાષ્ટ્રની પ્રગતિમાં સહાયક થવાની પ્રેરણા આપી હતી અને આ અવસરે ટ્રસ્ટીઓને તથા સમગ્ર સ્ટાફ પરિવારને આર્શિવચન પાઠવ્યા હતા આ અવસરે તમામ વિદ્યાર્થીઓ તથા સમગ્ર સ્ટાફ પરિવારે ધન્યતાની અનુભૂતિ કરેલ હતી. આ અવસરે શેર વિથ સ્માઇલના કપિલભાઇ પંડ્યા તથા તેમની ટીમ અને સ્કૂલ ઓફ સાયન્સના ટ્રસ્ટી પાનેલીયા ઉપસ્થિત રહી કાર્યક્રમને દીપાવ્યો હતો.