પ્લાસ્ટિક પર ધોંસ યથાવત્ વધુ 32 કિલો પાન પીસ જપ્ત

  • પ્લાસ્ટિક પર ધોંસ યથાવત્  વધુ 32 કિલો પાન પીસ જપ્ત

સેન્ટ્રલ ઝોનમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનાર
32 આસામીઓ દંડાયા
રાજકોટ તા.9
સ્વચછ ભારત મિશન અંતર્ગત રાજકોટ શહેરને પ્લાસ્ટીક મુકત કરવા તથા લોકોમાં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે હેતુથી આજરોજ રાજકોટ મહાનગરપાલીકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટરની ટીમ દ્વારા પ્રતિબંધિત પાન-માવા-ફાકીનું પ્લાસ્ટીક ચેકીંગ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે દરમ્યાન મધ્ય ઝોનના જુદાજુદા સ્થળો પરથી કુલ 38 આસામીઓ પાસેથી 3ર કી.ગ્રા. જેટલું પ્રતિબંધિત ચાના કપ, પાન-માવા-ફાકીનું પ્લાસ્ટીક તથા રૂા.ર6000 વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ છે.
આ કામગીરી રાજકોટ મહાનગરપાલીકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નીલેશભાઇ પરમાર, નાયબ પર્યાવરણ ઇજનેર વલ્લભભાઇ જીંજાળા, મદદનીશ પર્યાવરણ ઇજનેર ખેવનાબેન વકાણી, સેનેટરી સુપ્રિટેન્ડ એચ.એચ.પરમારના માર્ગદર્શન હેઠળ મધ્ય ઝોનના જુદાજુદા વોર્ડના સેનેટરી ઇન્સ્પેકટર તથા સેનેટરી સબ ઇન્સ્પેકટર દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટીક ચેકીંગ, પ્રતિબંધિત પ્લાસ્ટીકના પાઉચ તથા જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓને દંડ કરવાની ઝુંબેશ હાથ ધરાયેલ.