હોસ્પિટલ ચોકમાં 300 મહિલાઓએ લીધા છાજિયા

  • હોસ્પિટલ ચોકમાં 300 મહિલાઓએ લીધા છાજિયા
  • હોસ્પિટલ ચોકમાં 300 મહિલાઓએ લીધા છાજિયા
  • હોસ્પિટલ ચોકમાં 300 મહિલાઓએ લીધા છાજિયા

સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ હોસ્પિટલ ચોકમાં જાગરણ
ભારત આઝાદ થયાને આટલા વર્ષો બાદ પણ દેશનો મોટો વર્ગ આર્થિક ગુલામી ભોગવી રહ્યાનાં આક્ષેપ સાથે સીઆઈટીયુ દ્વારા તા.19 ઓગષ્ટે સાંજે 7-30 વાગ્યાથી મધ્યરાત્રીનાં 12-30 વાગ્યા સુધી જનજાગરણનો કાર્યક્રમ યોજાશે. તા.5મી સપ્ટેમ્બરનાં રોજ દિલ્હી ખાતે મજદુર કિસાન રેલી યોજી સરકારને વાસ્તવિક ચિત્ર દેખાશે.  સરકારની ગરીબ વિરોધી નીતિઓ સામે ચકકાજામ, જેલભરો આંદોલન: સેંકડો કાર્યકરોની અટકાયત : ચોકમાં ચકકાજામ કરી દેતા ટ્રાફિક જામ
રાજકોટ : કેન્દ્ર સરકારની નીતિઓના વિરોધમાં આજે શહેરના હોસ્પિટલ ચોકમાં સીઆઈટીયુની આગેવાનીમાં આશાવર્કરો અને આંગણવાડી બહેનોએ ચકકાજામ કરીને જેલ ભરો આંદોલન કર્યુ હતું. મહિલાઓએ ચોકની વચ્ચોવચ છાજિયા લઈને સરકારને મજુર અને કિસાનો વિરોધી નીતિ છોડો અન્યથા ગાદી છોડવા તૈયાર રહો તેવી ચેલેન્જ ફેંકી હતી. કેન્દ્ર સરકાર દેશમાં અંબાણી અને અદાણી જેવા 10% ઉદ્યોગપતિઓ માટે જ કામ કરતી હોવાનો આક્ષેપ કરી તા.5 સપ્ટે.એ દિલ્હીમાં સરકારને ઘેરવા તૈયારી કરી છે. કાર્યક્રમ અંગે ગુજરાત મિરરને વિગતો આપતા સેન્ટર ઓફ ઈન્ડિયા ટ્રેડ યુનિયસન્સનાં એમ.રામચંદ્રએ કહ્યું કે, 1942 માં ભારત છોડો આંદોલન આજના દિને જ શરૂ થયુ હતું. ભારત છોડો આંદોલનના 76 વર્ષ બાદ પણ આજે દેશની 90 ટકા વસ્તીને હકીકતમાં આઝાદી મળી નથી. મઝદૂરો-કીશાનોની માંગણીઓ ઉકેલવામાં નહી આવે અને ખાનગીકરણની નીતિ બદલવામાં આવે તો સરકાર સામે દેશના તમામ સંગઠનો અને યુનિયનો એલાને જંગ છેડશે અને અચોકકસ મુદતની હડતાલ જાહેર કરાશે. તેમજ ગાદી છોડો આંદોલન શરૂ થશે. આજે લગભગ 300 મહિલાઓ અને કુલ 450 કાર્યકરોએ હોસ્પિટલ ચોકમાં ચકકાજામ કર્યો હતો. સુત્રોચ્ચાર કરી વાતાવરણ ગજાવી મુકયુ હતું. રસ્તાઓ પર છાજિયા લઈ સરકારની કાણ કરી હતી. ભારે દેખાવોનાં કારણે ચોકમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાતાવરણ તંગ બની જતા પોલીસે કાર્યકરોની અટક કરી
લીધી હતી.