રાજકોટમાં ધોધમાર વરસાદ

  • રાજકોટમાં ધોધમાર વરસાદ

રાજકોટ: મેઘરાજાના રુસણાં અને અગ્નિદેવના ઉકળાટ વચ્ચે જીવતા રાજકોટવાસીઓને આજે બપોરે મેઘરાજાએ જોરદાર એન્ટ્રી મારી વિશેષ શીતળતા બક્ષી હતી.
મળતી વિગતો મુજબ આજે બપોરના અઢી વાગ્યા આસપાસ રાજકોટના સદર, સાધુ વાસવાણી રોડ, યુનિવર્સિટી રોડ, કાલાવડ રોડ, ભક્તિનગર સર્કલ, કોઠારિયા રોડ અને સામાકાંઠાના અમુક વિસ્તારોમાં જોરદાર ઝાપટું વરસી પડતાં જનજીવનમાં રાહતની લાગણી થઇ હતી. વરસાદનું ઝાપટું ખાબકતાં જ વીજળી ગૂલ થઇ ગઇ હતી. જો કે વરસાદી આગમનથી લોકોના ચહેરા પર જે તેજ જોવા મળ્યું તેને કારણે વીજળી ગૂલ થઇ તેનો વસવસો કોઇને રહ્યો નહતો.