જામનગર નજીક બ્રાસપાર્ટના અફેકમમાં રાત્રે ભિષણ આગથી કરોડોનું નુકશાન

  • જામનગર નજીક બ્રાસપાર્ટના અફેકમમાં રાત્રે ભિષણ આગથી કરોડોનું નુકશાન
  • જામનગર નજીક બ્રાસપાર્ટના અફેકમમાં રાત્રે ભિષણ આગથી કરોડોનું નુકશાન
  • જામનગર નજીક બ્રાસપાર્ટના અફેકમમાં રાત્રે ભિષણ આગથી કરોડોનું નુકશાન

જામનગર તા,9
જામનગર નજીક કનસુમરાના પાટીયા પાસે જીઆઇડીસી ફેઇસ થ્રીમાં આવેલા એક બ્રાસપાર્ટના વિશાળ એકમમાં ગઇરાત્રે અકસ્માતે આગ લાગી હતી અને જોતજોતામાં આગે ભિષણ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું જે આગને કાબુમાં લેવા માટે જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ ઉપરાંત રીલાયન્સ, એસ્સાર, જીએસએફસીના ફાયર ફાઇટરોની મદદ લેવાઇ હતી સતત સાડા સાત કલાક સુધી 105 જેટલા પાણીના ટેન્કરોનો મારો ચલાવી આગેને કાબુમાં લેવાઇ હતી જે આગને કારણે ફેકટરી સંપૂર્ણ પણે ભસ્મીભુત થઇ હતી અને કરોડો રૂપિયાની નુકશાની થઇ છે.
ઉપરોકત આગના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક કનસુમરા ગામના પાટીયા પાસે જીઆઇડીસી ફેઇસ- થ્રીમાં આવેલા પરફેકટ મેટાક્રાફટ પ્રા. લીમીટેડ કંપ્ની નામના બ્રાસ પાર્ટના વિશાળ એકમમાં ગઇકાલે રાત્રે દસેક વાગ્યાના અરસામાં કોઇ અકળ કારણોસર આગ ભભુકી ઉઠી હતી કારખાનાના સંચાલકો રાત્રીના પોણા દસેક વાગ્યે કારખાનું બંધ કરીને નિકળ્યા હતા જેના થોડા સમય પછી તુરત જ આ લાગી હતી જયાંથી પસાર થનારી એક વ્યકિતએ પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા સૌપ્રથમ જામનગર મહાનગર પાલીકાની ફાયર બ્રિગેડ શાખાની ટુકડી બે ફાયર ફાઇટરો સાથે રવાના થઇ હતી.
બ્રાસપાર્ટના કારખાનાની અંદર બ્રાસની આઇટમ ઉપરાંત જીંક ધાતુ, સલ્ફર, એસીડ સહિત જવલનશિલ પદાર્થો પણ હાજર હોવાથી જોત જોતામાંજ આગે મોટુ સ્વરૂપ ધારણ કરી લીધુ હતુ અને આગના લબકારા દુર સુધી જોવા મળી રહ્યા હતા અને બેરલો ફાટવાના કારણે થોડા થોડા સમય ધડાકા પણ સંભળાઇ રહ્યા હતા ફાયર બ્રિગેડ શાખાના ચીફ ફાયર ઓફીસર બિશ્ર્નોય દ્વારા આગની ગંભીરતાને ધ્યાનામાં લઇને ફાયર શાખાના 6 ફાયર ફાઇટરોને દોડાવ્યા હતા જયારે ફાયર શાખાના 25 જેટલા જવાનોની ટીમને કામે લગાડી દેવામાં આવી હતી.
તેમ છતા પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હોવાથી રીલાયન્સ કંપ્ની, એસ્સાર કંપ્ની, જીએસએફસી ફર્ટીલાઇઝર કંપ્ની અને ટીપીએસ સિક્કા વગેરેના 6 જેટલા ફાયર ફાઇટરોની પણ મદદ લેવામાં આવી હતી દસ વાગ્યા પછી લાગેલી આગ છેક વહેલી સવારે 6 વાગ્યે કાબુમાં આવી હતી સતત આઠેક કલાક સુધી ચાલેલી કામગીરી દરમ્યાન કુલ 105 જેટલા પાણીના ટેન્કરોના ફેરા કરીને આગને કાબુમા લેવાઇ હતી આગને કારણે ફેકટરીની અંદર રહેલો બ્રાસપાર્ટનો તમામ તૈયાર માલસામાન અને તેને લગતુ મટીરીયલ ઉપરાંત અત્યાધુનિક મશીનરી વગેરે બળીને ખાખ થઇ ગયા હતા. આગના આ બનાવ અંગે ફેકટરીના સંચાલક જામનગરમાં રહેતા જૈન વેપારી અશોકભાઇ શાહ દ્વારા ફાયર બ્રિગેડ શાખામાં નોંધ કરાવાઇ હતી જેમાં પોતાની ફેકટરીને બ્રાસપાર્ટના તૈયાર માલ સામાન રો- મટીરીયલ ઇન્ફ્રાસ્ટ્રકચર મશીનરી વગેરે બળીને ખાખ થઇ જતા અંદાજે 45 કરોડ રૂપિયાનું નુકશાન થયાનું જાહેર કરાયુ છે ફાયર બ્રિગેડ શાખા દ્વારા એક ફાયર ફાઇટરને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યુ છે આગના કારણે આસપાસના કારખાનેદારો તેમજ અન્ય લોકોમાં ભારે દોડધામ મચી ગઇ હતી.