યે હરિયાલી ઔર યે રાસ્તા... ગોહિલવાડનું નયનરમ્ય દૃશ્ય

  • યે હરિયાલી ઔર યે રાસ્તા... ગોહિલવાડનું નયનરમ્ય દૃશ્ય

ચોમાસુ આવતા જ ગ્રામ્ય વિસ્તારોમાં નદી, ઝરણા જીવંત થઇ ઉઠે છે. ગિરિમાળાઓ તથા વન વગડા પણ લીલોતરીથી ખીલી ઉઠે છે અને સર્વત્ર હરીયાળી જ હરીયાળી નજરે પડે. ઉનાળામાં સૂકી ભઠ્ઠ થઇ જતી ગિરિમાળાઓ અને વન વગડામાં ચોમાસું આવતા જ જાણે પ્રાણ પૂરાય જાય છે. સમયનું ચક્ર સતત ફર્યા કરે છે જેની આ  તસ્વીર પ્રતીતિ કરાવે છે. ભાવનગર નજીક આવેલ ભંડારીયા- મેલકડીના ડુંગરમાં ઘાવડી માતા મંદિરની આજુબાજુના વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે સાથે છલોછલ થયેલુ તળાવ અને ગીરીમાળાઓ ચીરીને પસાર થતો રસ્તો પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. ભાવનગરીઓ માટે શહેરની નજીકનું આ ગમતું સ્થળ છે. ડ્રોન કેમેરાથી ઝીલાયેલી પ્રકૃતિનું વૈભવ દર્શાવતું આ દ્રશ્ય નિહાળતા જ હિન્દી ચલચિત્રનું ગીત ‘યે હરિયાલી ઓર યે રાસ્તા...’ મનમાં ગુંજી ઉઠે છે! દિવાસાના પર્વ- તા.11 ઓગષ્ટ, શનિવારે ઘાવડી માતાજીના સાંનિધ્યમાં વિશિષ્ઠ એવો ‘ખીરનો હવન’ આયોજીત થયો છે ત્યારે પ્રકૃતિ અને પરમેશ્ર્વરને પામવા લોકોની ભીડ જામશે ! (તસ્વીર: વિપુલ હિરાણી)