ખુશીઓ કા સ્ટેશન: વધારાનું મૂકી જાવ, ખપનું લઈ જાવ...

  • ખુશીઓ કા સ્ટેશન: વધારાનું મૂકી જાવ, ખપનું લઈ જાવ...

 જામનગરના દરેડમાં તા.11 થી રોટરી કલબની નવતર સેવા
જામનગર, તા. 9
રોટરી કલબ ઓફ જામનગર-છોટીકાશી દ્વારા સેવાકીય પ્રવૃતિ માટે નવતર પ્રયોગ શરૂ કરવામાં આવી રહ્યો છે. જેનો પ્રારંભ આગામી તા.11-8-18 ના જામનગર નજીકનાં દરેડ ગામમાં થઈ રહ્યો છે. આ પ્રોજેકટ અનેક જરૂરતમંદ લોકોને ખુબજ ફાયદો થશે.
રોટરી કલબ દ્વારા સુત્ર અપનાવાયુ છે કે જે આપના પાસે વધારે છે તે અહીંયા મુકી જાવ અને જેની આપને જરૂર છે તે અહીંથી લઈ જાવ. શહેરમાં અનેક લાકો પાસે અનેક વિધ જીવન જરૂરી ચીજ વસ્તુઓ વધારાની પડતર હોય છે. આ વસ્તુ કોઈ જરૂરતમંદ ગરીબને ઉપયોગી બની શકે છે. આથી જામનગર નજીકનાં દરેડ ગામમાં રોટરી કલબ દ્વારા એક કાયમી સ્ટ્રકચર ઉભુ કરવામાં આવ્યુ છે. જેને ‘ખુશીઓ કા સ્ટેશન’ નામ આપવામાં આવ્યું છે. લોકો પાસે કપડા, બિન ઉપયોગી દવાઓ, રમકડા, બુટ-ચંપ્પલ, પુસ્તકો, ચાદર-ધાબળાઓ વગેરે બિન જરૂરી હોય તો તેઓ આ સ્ટેશનમાં જયાં કરાવે અને જે જરૂરતમંદ હશે તે કોઈ પણ ચીજ અહીંથી વિના મુલ્યે લઈ જઈ શકશે. જામનગર નજીકનાં દરેડ જીઆઈડીસી ફેસ-3 નાં શિવ કોમ્પ્લેક્ષ પાસે આ પ્રોજેકટનો પ્રારંભતા.11-8-18 ના કરવામાં આવશે તેમ સંસ્થાના પ્રમુખ જસ્મીન પટેલ અને પ્રોજેકટ ચેરમેન મીહિર શાહએ જણાવ્યું છે.