હાર્દિક માટે તંત્રને નો-ફાસ્ટિંગ ઝોન!

  • હાર્દિક માટે તંત્રને  નો-ફાસ્ટિંગ ઝોન!

અમદાવાદ તા.9
25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ અમદાવાદમાં આમરણાંત ઉપવાસ પર બેસવા જઈ રહ્યો છે. આ આંદોલનને પગલે પાસ દ્વારા કોર્પોરેશન નિકોલના ગ્રાઉન્ડની માંગ કરવામાં આવી હતી.પાસ ટીમે આમરણાંત ઉપવાસ માટે માંગેલ ગ્રાઉન્ડ કોર્પોરેશને પાર્કિંગ ઝોન જાહેર કર્યું છે!! અચાનક કોર્પોરેશને ફ્રી પાર્કિંગ પ્લોટના બોર્ડ મારી દિધા છે. જેને લઈને પાસ કમિટીએ માંગેલા પરવાનગી અંગે વિડમ્બણા ઉભી થઇ છે. પાસ ટીમ દ્વારા આગામી 25 ઓગસ્ટના રોજ જે આંદોલન થવા જઇ રહ્યું છે તે માટે મેદાનની પરવાનગી બે મહિના પહેલા માંગવામાં આવી હતી.તેમ છતાં પણ હજુ સુધી કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી. કોર્પોરેશને લીધેલ
આ નિર્ણયને પાસ કોર કમિટીએ તગલખી ગણાવ્યો છે. અમદાવાદ પાસ ક્ધવીનર જયેશ પટેલે સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે સરકાર જાણી જોઈને પાસ ટીમના ઉપવાસ બંધ રહે તે માટે પ્રયાસ કરી રહી છે.છેલ્લે અમને મેદાન આપવું ના પડે તે માટે બધા જ કર્મચારીઓ નાટક કરી રહ્યા છે.