શિવ સ્વરૂપમાં લીન.... તલ્લીન થવાનો.... પાવન અવસર

  • શિવ સ્વરૂપમાં લીન.... તલ્લીન થવાનો.... પાવન અવસર
  • શિવ સ્વરૂપમાં લીન.... તલ્લીન થવાનો.... પાવન અવસર
  • શિવ સ્વરૂપમાં લીન.... તલ્લીન થવાનો.... પાવન અવસર

શ્રાવણના સરવરીયાની ભીની મૌસમમાં
ભાવ, ભકિત અને આરાધનામાં ભીંજાવાની જીવનની અમુલ્ય, અનમોલ તક શિવજીને પ્રિય શ્રાવણમાં વિવિધ પ્રકારે પૂજન, અર્ચન, તપ, જપ સાધનાના રંગે રંગાઇને મોક્ષમાર્ગે પ્રયાણનો પ્રારંભ કરીએ પવિત્ર શ્રાવણ માસ આવતા જ શિવભકતો શિવની ઉપાસનામાં લીન થઇ જાય છે. પરમપિતા પરમેશ્ર્વર શિવ દરેક રીતે કલ્યાણકારી છે. જે સત્ ચિત્ત આનંદરૂપે દરેક જીવમાં વાસ કરે છે. શિવતત્વનો મહિમા અપરંપાર છે. સકલ સૃષ્ટિનું કલ્યાણકર્તા શિવને ભોળાનાથ કહેવામાં આવે છે જેણે મસ્તક પર ચંદ્રમાં, જટામાં, ગંગા, શરીરે ભસ્મ અને લલાટે ત્રિનેત્ર, આસન વ્યાઘ્ર અને ગળામાં સર્પ ધારણ કરેલ છે. સૃષ્ટિના કલ્યાણ માટે કંઠમાં વિષ ધારણ કર્યુ છે તેથી નિલકંઠ પણ કહેવાયા. તેમનું આવું ડરામણું સ્વરૂપ પણ ભકતોને વ્હાલુ લાગે છે. એમાંય શિવજીને પ્રિય શ્રાવણમાં તો ભકતો વિવિધ પ્રકારે પૂજન, અર્ચન, તપ, જપ, સાધના કરી ભોળાનાથને પ્રસન્ન કરે છે. શિવજીને પ્રિય બિલ્વપત્રથી પૂજન શ્રેષ્ઠ ગણાય છે. કહેવાય છે ત્રિવર્ણ ધરાવતું એક બિલિપત્ર અનેક જન્મોના નાશ કરે છે. શિવરૂપ પરમાત્મામાં લીન થવા ઉપવાસ, તપ, જપ અને શિવજીની આરાધના કરવામાં આવે છે. કોઇ વ્યકિત કાંઇ ન કરી શકે તો પણ એક લોટો જળ અને બિલ્વપત્ર ચડાવવાથી પણ શિવજી પ્રસન્ન થઇ જાય છે તો આવા ભીની મૌસમમાં શ્રાવણના સંગાથે શિવ સ્વરૂપમાં લીન થઇએ તલ્લીન થઇએ અને આ સંસારરૂપી સાગરમાંથી તરીને ભવપાર ઉતરીએ. જે સત્ ચિત્ત આનંદરૂપે દરેક જીવમાં વાસ કરે છે. શિવતત્વનો મહિમા અપરંપાર છે