ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી

  • ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી
  • ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી
  • ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી
  • ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી
  • ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી
  • ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી
  • ગુણવત્તા, વિશ્ર્વાસ અને ‘નમકીન’નો પર્યાય એટલે બાલાજી

આજે દરેક વસ્તુમાં ભેળસેળનો ડર લાગે છે ત્યારે બાલાજીએ ગુણવત્તાનો પર્યાય બની ગુજરાત બહાર પણ કાર્યક્ષેત્ર વિકસાવ્યું છે છેલ્લા ચાર દાયકાથી વિશ્ર્વાસની કેડીએ સફળતાની સફર ખેડી દરેકના દિલમાં બાલાજી વેફર્સ પ્રા.લી.એ ખાસ સ્થાન બનાવ્યું છે શહેરમાં અનેક જગ્યાએ મળતી બાલાજી સેન્ડવીચ શહેરીજનોના બ્રેકફાસ્ટ લંચ અને ડીનરનો સુંદર વિકલ્પ છે નવી પેઢી પણ નવા આયામ સાથે આગળ વધવા કટીબધ્ધ છે કયાંય પણ બહાર ગયા હોઇએ કે બહારગામ ગયા હોઇએ અને જો ભુખ લાગે તો સૌપ્રથમ નજીકમાં નજીકના સ્થળે જે કંઇ નાસ્તાએ મળી રહે તે હોય છે બાલાજી નમકીન તે ચાહે વેફર હોય કે કોઇપણ નમકીન તમને તમારી પસંદગીનો નાસ્તો મળી જ રહે છે અને એ પણ તમારા ખિસ્સાને પોસાય એ કિંમતે મળે છે. બાલાજીના નામથી નાનુ બાળક પણ પરીચિત છે. આજે તો પાનની દુકાન હોય કે કોઇપણ નાનો ગલ્લો હોય કે પછી મોટી દુકાન હોય બાલાજી પેકેટસ તમને અવશ્ય અને આસાનીથી મળી રહે છે. બાલાજીની સફળતા અને સંઘર્ષ વિશે વાત કરતા ચંદુભાઇ વિરાણીએ વિગતે વાત કરતા જણાવ્યું કે જામનગર જીલ્લાના કાલાવડ તાલુકામાં પિતાજી ખેતીનું કામ કરતા પરંતુ એ સમયે કાંઇ પ્રગતિ ન દેખાતા રાજકોટ તરફ આવવાનું નક્કી કર્યુ જોગાનુજોગ એ સમયે રાજકોટના એસ્ટ્રોન સિનેમાનું ઉદ્દઘાટન થયું જેમાં કેન્ટીનનું કામ મળ્યું
અને સેન્ડવીચ બનાવવાનું શરૂ કર્યુ ત્યારબાદ ધીમે ધીમે આર્થિક સ્થિતિ સારી થઇ એટલે એક તાવડો મુકીને વેફર બનાવવાનું નક્કી કર્યુ. 1974 થી 1984નો એ તબક્કો ટ્રાયલ એન્ડ બેટરનો હતો.
ધીમે ધીમે કામ વધતા બહાર વેચવાનું પણ નક્કી કર્યુ. ત્યારબાદ લોન લઇને વધુ જગ્યા લઇ વધુ તાવડા મુકયા અને બહારગામ પણ વેચવાનું શરૂ કર્યુ. ત્યારબાદ ઓટોમેટીક મશીન મુકયા એ સમય ખુબ સંઘર્ષનો હતો ત્યારે અનેક મુશ્કેલીઓ આવી જાણે ફરી શુન્ય પર આવી ગયા પરંતુ જરા પણ હાર માન્યા વગર ચિંતાઓ સંઘર્ષોને પાર કરીને નવી મશીનરી વિકસાવી. આજે ફુલી ઓટોમેટીક અદ્યતન મશીનરીમાં એક દિવસના 8 થી 10 લાખ કિલો બટેટા પ્રોસેસ થાય છે તેમજ 10 થી 1ર લાખ કિલો નમકીન પ્રોસેસ થાય છે. વેફર્સ અને નમકીન ર0 થી રર જાતની પ્રોડકટ છે અને દરેકના વિવિધ ફલેવર્સ મુજબ ગણીએ તો 1પ0 જેટલી ફલેવર્સ બને છે. ઉપરાંત પ, 10, રપ અને પ0 ના પેકીંગમાં પણ ઉપલબ્ધ છે.
આ બધામાં કયારેય ગુણવત્તા બાબત બાંધછોડ કરી નથી અને તેઓ બહુ મક્કમ પણ માનતા કે ગુણવતાના કોઇ લેબલ કરતા વિશેષ એવી
ઓળખ બનાવીએ કે જે ગુણવત્તાનો પર્યાય બની જાય અને આજે
એમણે એ સાબિત કરી બતાવ્યું છે.
બાલાજી વેફર્સ પ્રા.લી.ને સફળતાની મંઝીલ સુધી પહોચવામાં દરેક તબક્કે મોટા ભાઇ ભીખુભાઇ, નાના ભાઇ કનુભાઇનો સાથ મળ્યો છે તથા હવે નવી પેઢીના ત્રણે ભાઇઓના સંતાનો કેયુરભાઇ,
મિહિરભાઇ અને પ્રણવભાઇ પણ સફળતાની આ યાત્રાને વધુને વધુ આગળ લઇ જવા કટીબધ્ધ છે. સક્સેસ મંત્ર
અનેક સંઘર્ષો અને મુશ્કેલીઓનો સામના મળેલી સફળતાનું કારણ જણાવતા ચંદુભાઇએ જણાવ્યું કે કોઇપણ ક્ષેત્રમાં ટકી જવું મહત્વનું છે. ગમે તેટલી મુશ્કેલી આવે પણ પાછળ ડગ ન ભરો તો ચોક્કસ સફળ થઇ શકાય છે. જ્યારે શરૂઆત કરી ત્યારે અપેક્ષા ઓછી હતી. વિશ્ર્વાસ વધુ હતો. પૈસા કરતા પહેચાન બનાવવી જરૂરી છે. પોતાની સફળતાના પોતાના સર્વે સ્ટાફનો હિસ્સો પણ સમાન ગણાવતા તેમણે કહ્યું કે ભૂલમાંથી હંમેશા શીખવું જોઇએ. તેને સ્વીકારો તો શીખવા મળે અને જો દબાવી દો તો એ જ ભુલોને વટવૃક્ષ નવી પેઢીને પણ નડે છે. પાયાથી પ્રગતિ સુધીની સફળ યાત્રા
હાલનો પ્લાન્ટ કાલાવડ રોડ પર વડ વાજડીમાં પ0 થી 60 એકરમાં પથરાયેલ છે. પાયાથી પ્રગતિની વાત કરતા ચંદુભાઇએ જણાવ્યું કે ઘરેથી શરૂ કર્યુ ત્યારે બે પાંચ માણસો કામ કરતા હતા અને બે પાંચ લોકોને રો-મટીરીયલ્સ આપતા તેના બદલે આજે પ000 માણસો કામ કરે છે. બે પાંચ સપ્લાયર્સને બદલે 1પ00 થી ર000 સપ્લાયર્સ છે. હજારો લાખો કિસાનો છે. એમની સાથે પણ અંગત રીતે વાત કરીને યોગ્ય પ્રકારનો પાક ઉત્પન્ન કરવા માટે પ્રોત્સાહન આપે છે જેની ચોક્કસ ગુણવત્તા જળવાઇ રહે છે. પહેલા જે પોતે ટેમ્પો લઇને જવું પડતું તેની બદલે સોલ ડીસ્ટ્રીબ્યુટર્સ છે.
જે દરેકને પ00 ટ્રક દ્વારા દરેક રાજ્યોમાં પહોચાડવામાં આવે છે. જ્યાં 700 થી 800 ડીલરો છે અને તેની નીચે 9 લાખ જેટલા દુકાનદારો છે. વેફર્સ અને નમકીન સાથે રાજકોટમાં સેન્ડવીચ પણ મળે છે જેની શહેરમાં સાતથી આઠ જગ્યાએ ફ્રેન્ચાઇઝી છે અને તેમાં પણ અનેક વેરાયટીઓ મળી રહી છે. આ સેન્ડવીચ શહેરીજનોના બ્રેકફાસ્ટ, લંચ અને ડીનરનો સુંદર વિકલ્પ છે. કયારેય કોઇને કોઇપણ જાતનો ગોલ આવ્યો નથી છતા લોકોના પ્રતિસાદે વધુને વધુ ઉંચો ગોલ સિધ્ધ કરી શકયા છીએ.