શ્ર્વાસ રોગ (અસ્થમા) આયુર્વેદ-પંચકર્મથી સફળ સારવાર

  • શ્ર્વાસ રોગ (અસ્થમા) આયુર્વેદ-પંચકર્મથી સફળ સારવાર
  • શ્ર્વાસ રોગ (અસ્થમા) આયુર્વેદ-પંચકર્મથી સફળ સારવાર
  • શ્ર્વાસ રોગ (અસ્થમા) આયુર્વેદ-પંચકર્મથી સફળ સારવાર

મહેશભાઈ એમની જૂની અસ્થમાની તકલીફથી પીડાતાં હતાં અને ચોમાસામાં ઠંડક અને ભેજવાળાં વાતાવરણમાં એમની તકલીફ વધી ગઈ હતી. આને સરળ ભાષામાં ફેફસાંના દમની તકલીફ પણ કહે છે. મહેશભાઈને વારે વારે ઉધરસ પણ આવતી હતી, છાતીમાં ભારેપણું લાગે અને શ્વાસ લેતી વખતે સીટી વાગતી હોય એવું પણ લાગતું હતું.
આયુર્વેદમાં શ્વાસ રોગ અંતર્ગત આ રોગનું વર્ણન ‘તમક શ્ર્વાસ’ તરીકે છે. ‘તમક’ શબ્દ ‘તમસ’ અંધારું એવો અર્થ થાય છે, આ શ્વાસ રોગમાં રોગનાં વેગ વખતે આંખોની સામે અંધારું છવાઇ જાય છે એટલે એને પતમક શ્વાસથ કહેલ છે.
: અસ્થમાનાં કારણો :
* ખોરાકમાં વધુ પડતાં કઠોળ, અડદ, કાચું દૂધ, ઠંડુ પાણી, કોલ્ડડ્રિન્કસ, ખાટું દહીં, નમક, સી ફુડ્સ, નોનવેજ અને રુક્ષ તથા પચવામાં ભારે પદાર્થોને ઉપયોગ કરવો.
* દૂધ, દૂધની બનાવટ, ચીઝ, પનીર, મેંદાની બનાવટ, વગેરે કફ વધારનાર તથા વધુ પડતાં ચટપટા, તીખાં તમતમતાં, ખારાં - પાચનતંત્રને ઉત્તેજિત કરનાર આહાર વધારે લેવો.
* ધૂળ, ધુમાડો, પવન, ઠંડીમાં વધુ સમય રહેવું.
* વધુ પડતી કસરત કરવી, ચાલવું કે અન્ય ક્રિયાઓનો અતિરેક થવો.
* પ્રાકૃતિક વેગો (ક્ષફિીંફિહ ીલિયત)ની અવગણના કરવી.
* માનસિક તણાવ અને અસંતુલન
* છાતી કે ગળામાં ઇજા થવી.
* જૂનો તાવ, જૂની શરદી, ટી.બી., એનીમિયા, હૃદય રોગ, વિષાકતતા જેવાં લાંબાગાળાના રોગો પછી પણ અસ્થમા થઈ શકે છે.
ઉપરોકત કારણોના લીધે દૂષિત કફથી પ્રાણવહ સ્ત્રોતસમાં અવરોધ થાય છે. જેને કારણે વાયુનો પ્રાકૃતિક માર્ગ અવરોધાય છે અને વાયુની પ્રતિલોમ (વિરુદ્ધ દિશામાં) ગતિ થાય છે. દૂષિત વાયુના કારણે રુક્ષતા વધે છે અને સ્નિગ્ધતા ઘટે છે જેથી શ્વસન ક્રિયામાં મુશ્કેલી થાય છે. તનાવપૂર્ણ, અધિક પ્રયાસપૂર્વક અને અવાજ સાથે શ્વાસ લેવાય છે. શ્વસન દર (રેસ્પીરેટરી રેટ) પણ વધે છે અને રોગીની શ્વાસ લેવાની પ્રાકૃતિક ક્રિયામાં વિક્ષેપ પડે છે.
: શ્ર્વાસ(દમ) રોગનો આયુર્વેદિક ઉપચાર :
આયુર્વેદ અનુસાર શોધન - પંચકર્મ દ્વારા શુદ્ધિકરણ કર્યા બાદ શમન ચિકિત્સા કરવી વધુ હિતાવહ છે. પંચકર્મ-શુદ્ધિકરણ દ્વારા દોષો દૂર થાય છે. વિરેચન આ રોગમાં ખૂબ જ અસરકારક છે. વિરેચનની પૂર્વ તૈયારી રૂપે ઔષધિયુક્ત ઘી આપવામાં આવે છે જે સ્નેહન (સ્નિગ્ધતા) કરે છે જેથી દોષો રોગીના શરીરમાંથી સરળતાથી દૂર થઈ જાય છે. વિરેચન ઉપરાંત બાહ્ય સ્નેહન (માલિશ) અને સ્વેદન (સેક) પણ અવશ્ય લાભ કરે છે.
સૂંઠ, અરડૂસી, કંટકારી, મરી, તગર, જેઠીમધ, રાસના, તુલસી, પીપર, નાગકેસર, વંશલોચન, વગેરે ઔષધિ તેમજ તેનાં યોગો અસ્થમામાં જરૂર ફાયદાકારક છે.
: શ્ર્વાસરોગમાં આટલું ન કરવું :
* ખાટું, વધુ પડતું તળેલું, પ્રોસેસ્ડ ફૂડ અને પ્રિઝર્વેટિવ્ઝ વાળો આહાર ન લેવો.
* દહીં, ભાત, છાશ, કઠોળ, પનીર, ચીઝ, ખાંડ, દૂધ કે દૂધની બનાવટ, મિઠાઈ, પચવામાં ભારે ખોરાક ન લેવો.
શ્ર્વાસરોગમાં આટલું જરૂર કરવું :
* ગરમ પાણી જ પીવાનું રાખવું.
* રાત્રિનું ભોજન હળવું - સુપાચ્ય લેવું.
* રાત્રે ભોજન કરી સૂવાના સમય વચ્ચે થોડો અંતરાલ રાખવો, જમીને તરત જ સૂવું નહીં.
ન શ્વાસ રોગના હુમલા (એટેક) વખતે ઘરેલુ ઉપચાર:
* છાતી પર નીલગીરી તેલ કે હર્બલ બામ લગાવી શકાય, શેક કરી શકાય, ગરમ પાણીનો નાસ પણ લઈ શકાય.
* કાળાં મરી, સૂંઠ અને લવિંગને ઉકાળી તેનું પાણી પણ લઈ શકાય.
: શ્ર્વાસ(અસ્થમા)રોગમાં ધ્યાનયોગ ચિકિત્સા :
ધ્યાનયોગ શાસ્ત્ર પ્રમાણે મનુષ્ય શરીરમાં સાત ચક્રો આવેલાં હોય છે જે દૂષિત ઊર્જા દૂર કરવાનું અને શુદ્ધ ઊર્જા ગ્રહણ કરવાનું કાર્ય કરે છે. આ શ્ર્વાસ (અસ્થમા) રોગ આ સાત ચક્રો પૈકી વિશુદ્ધિ ચક્ર સાથે સંબંધિત છે. એટલે કે, આત્મગ્લાનિ કે અહંકારને સંબંધિત વિચારો વધુ કરવાથી વિશુદ્ધિ ચક્ર દૂષિત થાય છે અને પરિણામે શ્ર્વાસ(અસ્થમા) રોગ થાય છે. ભુજંગાસન, સેતુ બંધાસન, ઉપવિષ્ટ કોણાસન, સુખાસન, શવાસન, પ્રાણાયામ અને ધ્યાનનો યોગ્ય પ્રશિક્ષક દ્વારા અભ્યાસ જરૂર લાભદાયી નીવડે છે.
(ઉપરોક્ત ઉપચાર અને ઔષધિ કે યોગથેરાપીનો પ્રયોગ
આયુર્વેદ-યોગ નિષ્ણાંતની સલાહ બાદ જ કરવો)